મંત્રીમંડળ
મંત્રીમંડળે ભારતીય તબીબી પ્રણાલિ બિલ, 2018 માટેના રાષ્ટ્રીય કમિશનની સ્થાપના માટેની મંજૂરી આપી
प्रविष्टि तिथि:
28 DEC 2018 4:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે આજે ઇન્ડિયન સિસ્ટમ ઑફ મેડિસિન (એનસીઆઈએમ) બિલ 2018 માટે એક રાષ્ટ્રીય કમિશનના મુસદ્દાને મંજૂરી આપી કે જેનો હેતુ પારદર્શિતાની ખાતરી કરવા માટે વર્તમાન ભારતીય તબીબી પ્રણાલિ માટેની નિયામક કેન્દ્રીય સમિતિ (સીસીઆઈએમ)ના સ્થાને એક નવી સંસ્થા સ્થાપિત કરવાનો છે.
મુખ્ય લાક્ષણિકતાઓ:
મુસદ્દા બિલમાં ચાર સ્વાયત્ત સંસ્થાઓ સહિત એક રાષ્ટ્રીય પંચની સ્થાપના કરવાની જોગવાઈ કરવામાં આવી છે જે અંતર્ગત આયુર્વેદનું સંપૂર્ણ શિક્ષણ, બોર્ડ ઑફ આયુર્વેદ અંતર્ગત અને યૂનાની, સિદ્ધ અને સોવા રિગ્પાનું શિક્ષણ યૂનાની, સિદ્ધ અને સોવા રિગ્પા બોર્ડ અંતર્ગત હાથ ધરવામાં આવશે. આ સિવાયના બે સામાન્ય બોર્ડની અંદર ભારતીય ઔષધિ પ્રણાલિના શિક્ષણ સંસ્થાનોનું મૂલ્યાંકન કરવા અને તેમને મંજૂરી આપવા માટે મૂલ્યાંકન અને રેટિંગ બોર્ડ તેમજ નેશનલ કમિશન ફોર ઇન્ડિયન મેડિસીન અંતર્ગત પ્રેક્ટિસને લગતા નૈતિક મુદ્દાઓ અને રાષ્ટ્રીય નોંધણીપત્રને જાળવી રાખવા માટેની ભારતીય વ્યવસ્થામાં ચિકિત્સકોની નોંધણી અને બોર્ડ ઑફ એથિક્સનો સમાવેશ થાય છે.
તેમાં એક સામાન્ય પ્રવેશ પરીક્ષા અને નિકાસ પરીક્ષાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે જેને પ્રત્યેક સ્નાતકે પ્રેક્ટિસ લાયસન્સ મેળવવા માટે પાસ કરવાની રહેશે. વધુમાં, આ બિલ અંતર્ગત નિમણુંક અને બઢતી કરતા પહેલા શિક્ષકોની ગુણવત્તા તપાસવા માટે શિક્ષક યોગ્યતા તપાસ ટેસ્ટની પણ દરખાસ્ત મૂકવામાં આવી છે.
આ બિલનો ઉદ્દેશ્ય એલોપથી ચિકિત્સા પ્રણાલિ માટે પ્રસ્તાવિત રાષ્ટ્રીય ચિકિત્સા પંચની સમાંતરે ભારતીય ચિકિત્સા ક્ષેત્રના શિક્ષણમાં સુધારા લાવવાનો છે.
પ્રસ્તાવિત નિયામક માળખું સામાન્ય જનતાના હિતની સુરક્ષા કરવા માટે પારદર્શકતા અને જવાબદારીની ભાવના લાવશે. એનસીઆઈએમ દેશના તમામ ભાગોમાં સસ્તી આરોગ્ય સેવાઓને પ્રોત્સાહન આપશે.
NP/J.Khunt/RP
(रिलीज़ आईडी: 1557667)
आगंतुक पटल : 272