મંત્રીમંડળ

મંત્રીમંડળે બાહ્ય અંતરિક્ષનાં શાંતિપૂર્ણ ઉપયોગ માટે ભારત અને મોરક્કો વચ્ચેનાં સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 06 DEC 2018 9:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને બાહ્ય અંતરિક્ષનાં શાંતિપૂર્ણ ઉપયોગ માટે ભારત અને મોરક્કો વચ્ચે સમજૂતીની જાણકારી આપવામાં આવી છે. આ સમજૂતી પર બેંગાલુરુમાં 19 સપ્ટેમ્બર, 2018નાં રોજ હસ્તાક્ષર થયાં હતાં.

મુખ્ય વિશેષતાઓ:

  • આ સમજૂતી પૃથ્વીનાં દૂર સંવેદનશીલ, સેટેલાઇટ સંચાર, સેટેલાઇટ આધારિત નેવિગેશન, અંતરિક્ષ વિજ્ઞાન તથા ગ્રહોની શોધ, અંતરિક્ષ વિજ્ઞાન અને અંતરિક્ષ વ્યવસ્થાઓ તથા ગ્રાઉન્ડ સિસ્ટમ, અંતરિક્ષ ટેકનોલોજીની ઉપયોગિતા સહિત અંતરિક્ષ વિજ્ઞાન ટેકનોલોજી અને ઉપયોગિતામાં સહયોગની સંભાવનાઓમાં સહાયક બનશે.
  • આ સમજૂતીથી એક સંયુક્ત કાર્યસમૂહ બનશે, જે આ સમજૂતીને લાગુ કરવાની સમયમર્યાદા અને ઉપાયો સહિત એક કાર્યયોજના તૈયાર કરશે. કાર્યસમૂહમાં ડીઓએસ/ઇસરો અને રોયલ સેન્ટર ફોર રિમોટ સેન્સિંગ (સીઆરટીએસ) તથા રોયલ સેન્ટર ફોર સ્પેસ રિસર્ચ એન્ડ સ્ટડીઝ (સીઆરઈઆરઆએસ) સભ્ય હશે.

પૃષ્ઠભૂમિ:

  • મોરક્કોએ 1990ની શરૂઆતમાં અંતરિક્ષનાં ક્ષેત્રમાં ભારત સાથે સહયોગ કરવા માટે રસ દાખવ્યો હતો. 1998માં ઇસરો અને સેન્ટર રોયલ ડી ટેલી સ્પેશ્યલ (સીઆરટીએસ-રોયલ સેન્ટર ફોર રિમોટ સેન્સિંગ) સ્વરૂપનું આદાન-પ્રદાન કર્યું હતું અને 1998માં અંતરિક્ષ સહયોગમાં સમજૂતી કરાર પર પારસ્પરિક સંમતિ વ્યક્ત કરી હતી. પણ મોરક્કોનાં અતિ વિશિષ્ટ વ્યક્તિઓની ભારતની યાત્રા રદ થવાથી એનાં પર કામ થઈ શક્યું નહોતું. વિદેશ મંત્રાલય તરફથી સમજૂતી કરાર પર હસ્તાક્ષરનાં પ્રયાસ સફળ થયાં નહોતા.
  • મોરક્કોમાં ભારતનાં રાજૂદતે સરકારી સ્તર પર નવી સમજૂતી કરાર વિશે વાતચીત કરી છે અને ઇસરોની સાથે એને જોડાણ કર્યું છે. ઇસરોએ આંતર સરકારી સમજૂતી કરારનું સ્વરૂપ તૈયાર કર્યું હતું અને મોરક્કોનાં સંરક્ષણ વહીવટીનાં પ્રભારી મંત્રીની ભારત યાત્રા દરમિયાન 25 સપ્ટેમ્બર, 2018નાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો.

 

RP



(Release ID: 1555043) Visitor Counter : 143