પ્રધાનમંત્રીનું કાર્યાલય

વિશ્વ શૌચાલય દિવસ પર પ્રધાનમંત્રીનો સંદેશ

પોસ્ટેડ ઓન: 19 NOV 2018 11:19AM by PIB Ahmedabad

વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાઠવેલા સંદેશનો મૂળપાઠ નીચે મુજબ છે.

 

“આજે, વિશ્વ શૌચાલય દિવસ પર, અમે રાષ્ટ્રમાં સ્વચ્છતા અને સાફ-સફાઇને લગતી સુવિધાઓને વધારવાની દિશામાં અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. છેલ્લા ચાર વર્ષમાં ભારતમાં સ્વચ્છતાના વ્યાપમાં થયેલ નોંધપાત્ર વધારા પર અમે ગૌરવ અનુભવીએ છીએ.

 

સ્વચ્છ ભારત અને સ્વચ્છતા માટેની વધુ સારી સુવિધાઓની સુનિશ્ચિતતા માટેનું આ અભિયાન જન આંદોલન છે. 130 કરોડ ભારતીયો અને ખાસ કરીને મહિલાઓ તથા યુવાનોએ આ ઝુંબેશની આગેવાની લીધી છે. હું સ્વચ્છ ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે કાર્ય કરી રહેલા સૌને અભિનંદન પાઠવું છું."

 


(રીલીઝ આઈડી: 1553121) મુલાકાતી સંખ્યા : 276