પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં શિરડીની મુલાકાત લીધી; શ્રી સાંઇબાબાની સમાધિના શતાબ્દી વર્ષની ઉજવણીનાં સમાપન કાર્યક્રમમાં હાજરી આપી; જનમેદનીને સંબોધન કર્યું

Posted On: 19 OCT 2018 1:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં શિરડીની મુલાકાત લીધી હતી.

તેમણે એક જાહેર સભામાં શ્રી શિરડી સાંઇબાબા સંસ્થાન ટ્રસ્ટનાં વિવિધ વિકાસલક્ષી કાર્યોના શિલાન્યાસ કરવાનાં પ્રતીકરૂપે એક તકતીનું અનાવરણ કર્યું હતું. તેમણે શ્રી સાંઇબાબા સમાધિનાં શતાબ્દી વર્ષની ઉજવણીની યાદમાં ચાંદીનો સિક્કો પ્રસિદ્ધ કર્યો હતો.

શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (પીએમએવાય-જી)નાં લાભાર્થીઓનાં ગૃહપ્રવેશની ઉજવણી સ્વરૂપે તેઓને ઘરની ચાવીઓ સુપરત કરી હતી. તેમણે વીડિયો કોન્ફરન્સ મારફતે મહારાષ્ટ્રમાં સતારા, લાતુર, નંદુરબાર, અમરાવતી, થાણે, સોલાપુર, નાગપુર જેવા વિવિધ જિલ્લાઓનાં લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. આ લાભાર્થીઓમાંથી મોટાં ભાગે મહિલાઓ હતી, જેમણે નવાં સારાં ગુણવત્તાયુક્ત મકાનો, ધિરાણ સરળતાપૂર્વક ઉપલબ્ધ કરાવવા અને પીએમએવાય-જી સાથે સંકળાયેલી ભ્રષ્ટાચારમુક્ત પ્રક્રિયાઓ બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. પછી પ્રધાનમંત્રીએ જનમેદનીને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ તમામ ભારતીયોને દશેરાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, દશેરાનાં પવિત્ર પ્રસંગ દરમિયાન લોકો વચ્ચે રહેવાથી તેમને ઊર્જા મળી છે અને દેશ માટે વધુ સારું કામ કરવા નવું જોમ અને જુસ્સો મળ્યો છે.

સમાજમાં શ્રી સાંઇબાબાનાં પ્રદાનને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમનાં ઉપદેશોએ આપણને મજબૂત એકતાંતણે બંધાયેલા સમાજનું નિર્માણ કરવાનો અને પ્રેમ સાથે માનવતાની સેવા કરવાનો સંદેશ કે મંત્ર આપ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, શિરડી હંમેશા જનસેવાનું ધામ ગણાય છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, શ્રી સાંઇબાબા સંસ્થાન ટ્રસ્ટે સાંઇબાબે પ્રશસ્ત કરેલા માર્ગનું અનુકરણ કર્યું છે. તેમણે શિક્ષણ મારફતે સમાજને સક્ષમ બનાવવામાં અને આધ્યાત્મિક ઉપદેશો સાથે વિચારોમાં પરિવર્તન લાવવા બદલ ટ્રસ્ટનાં પ્રદાનની પ્રશંસા પણ કરી હતી.

દશેરાનાં પવિત્ર દિવસે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (પીએમએવાય-જી) હેઠળ 2 લાખથી વધારે લાભાર્થીઓને નવા મકાનો સુપરત કરવાની ખુશી વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ગરીબી સામે લડાઈ લડવાની દિશામાં મોટું પગલું છે. વર્ષ 2022 સુધી તમામ માટે મકાનસુનિશ્ચિત કરવામાં સરકારનાં પ્રયાસો પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં સરકારે 1.25 કરોડ મકાનોનું નિર્માણ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે એવું પણ સુનિશ્ચિત કર્યું છે કે દરેક મકાન સારી ગુણવત્તાનાં હોવાની સાથે એમાં શૌચાલય, ગેસ કનેક્શન અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ પણ છે.

જનમેદનીને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રનાં લોકોને રાજ્યને ખુલ્લામાં મળોત્સર્જનમાંથી મુક્ત કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં. તેમણે મહારાષ્ટ્ર સરકારની સ્વચ્છ ભારત અભિયાન સાથે સંબંધિત વિવિધ કામગીરીઓ માટે પ્રશંસા પણ કરી હતી. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય) વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, અત્યાર સુધી આ યોજનાનો લાભ આશરે એક લાખ લોકોને મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, પીએમજેએવાય હેઠળ આધુનિક તબીબી માળખાગત સુવિધા તૈયાર થઈ રહી છે.

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્ર દ્વારા દુષ્કાળનો સામનો કરવા માટે સરકારનાં પ્રયાસોનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ સંદર્ભમાં તેમણે કૃષિ સિંચાઈ યોજના અને ફસલ બિમા યોજનાનો ઉલ્લેખ કર્યો હતો તથા મહારાષ્ટ્ર સરકારનાં જલયુક્ત શિબિર અભિયાનની પ્રસંસા પણ કરી હતી. તેમણે મહારાષ્ટ્ર સરકારે હાથ ધરેલ સિંચાઈ કેનાલોનાં નિરાકરણમાં જનભાગીદારીની પ્રશંસા પણ કરી હતી.

બી આર આંબેડકર, જ્યોતિરાવ ફૂલે અને છત્રપતિ શિવાજીનાં ઉપદેશોને યાદ કરીને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને તેમનાં ઉદાત્ત વિચારો અને બોધપાઠોને અનુસરવા જણાવ્યું હતું તેમજ મજબૂત અવિભાજીત સમાજ ઊભો કરવા કામ કર્યું હતું. તેમણે લોકોને સબ કા સાથ, સબ કા વિકાસ અને એક ભારત, શ્રેષ્ઠ ભારત હાંસલ કરવા કામ કરવા લોકોને વિનંતી કરી હતી.

દિવસની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ શ્રી સાંઇબાબા સમાધિ મંદિર સંકુલની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી. તેમણે શ્રી સાંઇબાબા શતાબ્દી ઉજવણીનાં સમાપન સમારંભમાં પણ હાજરી આપી હતી.

 

RP



(Release ID: 1550081) Visitor Counter : 169