મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને બ્રુનેઇ દારુસલેમ વચ્ચે સેટેલાઈટ અને પ્રક્ષેપણ યાન માટે ટેલિમેટ્રી ટ્રેકિંગ અને ટેલિકમાન્ડ સ્ટેશનના કાર્યાન્વયનમાં સહયોગ તેમજ અવકાશ સંશોધન, વિજ્ઞાન અને એપ્લીકેશનના ક્ષેત્રમાં સહયોગ પરના સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 12 SEP 2018 4:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે ભારત અને બ્રુનેઇ દારુસલેમ વચ્ચે સેટેલાઈટ અને પ્રક્ષપણ યાન માટે ટેલિમેટ્રી ટ્રેકિંગ અને ટેલિ કમાન્ડ સ્ટેશનના કાર્યાન્વયનમાં સહયોગ તેમજ અવકાશ, સંશોધન, વિજ્ઞાન અને એપ્લીકેશનના ક્ષેત્રમાં સહયોગ સાધવા માટેના સમજૂતી કરારોને મંજૂરી આપી હતી. આ સમજૂતી કરારો પર 19 જુલાઈ 2018ના રોજ નવી દિલ્હી ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ફાયદાઓ:

આ સમજૂતી કરારો ભારતને તેના પ્રક્ષેપણ યાન અને સેટેલાઈટ મિશનને સહાય કરવા માટે બનાવવામાં આવેલા તેના ગ્રાઉન્ડ સ્ટેશનના સંચાલન, જાળવણી અને વધુ સજ્જ કરવા માટે સક્ષમ બનાવશે. તે ભારતને બ્રુનેઇ દારુસલેમના વિદ્યાર્થીઓ અને અધિકારીઓને અવકાશ ટેકનોલોજી એપ્લીકેશન પર તેમને આપવામાં આવતી તાલીમના માધ્યમથી અવકાશને લગતી પ્રવૃત્તિઓમાં તેના અનુભવ અને તજજ્ઞતાને વહેંચવામાં પણ મદદ કરશે.

આ એમઓયુના માધ્યમથી બ્રુનેઇ દારુસલેમ સાથેનો સહયોગ ભારતના પ્રક્ષેપણ યાન અને સેટેલાઈટ મિશનને મદદરૂપ થવા માટે ભારતીય ગ્રાઉન્ડ સ્ટેશનના સંચાલન, જાળવણી અને વધુ સજ્જ કરવા તરફ પણ દોરી જશે. આ પ્રકારે દેશના તમામ વર્ગો અને પ્રદેશોને ફાયદો થશે.

આ સમજૂતી કરારો ગ્રાઉન્ડ સ્ટેશનના સંચાલનમાં નવી સંશોધનાત્મક પ્રવૃતિઓ વધારવા માટે અને અવકાશ ટેકનોલોજી એપ્લીકેશનમાં તાલીમ આપવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે.

 

RP



(Release ID: 1545924) Visitor Counter : 132