પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સૌને સ્વચ્છતા હી સેવા આંદોલનનો ભાગ બનવા માટે આહવાન કર્યું

Posted On: 12 SEP 2018 12:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ લોકોને ‘સ્વચ્છતા હી સેવા આંદોલન’માં સહભાગી બનવા માટે આહવાન કર્યુ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે “2જી ઓક્ટોબરના રોજ આપણે ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણીની શરૂઆત કરવા જઈ રહ્યાં છીએ. તે એ જ દિવસ છે કે જ્યારે સ્વચ્છ ભારત મિશન કે જે બાપુના સ્વચ્છ ભારતના સપનાને પૂર્ણ કરવા તરફ લક્ષ્યિત ઐતિહાસિક જન આંદોલન છે, તે પોતાના 4 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે.

સ્વચ્છ ભારત પ્રત્યે કામ કરી રહેલા તમામ લોકોને હું વંદન કરું છું!

‘સ્વચ્છતા હી સેવા આંદોલન’ 15મી સપ્ટેમ્બરના રોજ શરુ થવા જઈ રહ્યું છે. બાપુને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ સર્વોત્તમ માર્ગ છે.

ચાલો, આ ચળવળનો ભાગ બની સ્વચ્છ ભારતનું નિર્માણ કરવા માટેના પ્રયત્નોને મજબૂત બનાવીએ!

15મી તારીખના રોજ સવારે 9:30 વાગ્યે આપણે સૌ ‘સ્વચ્છતા હી સેવા આંદોલન’નો પ્રારંભ કરવાના પ્રસંગે એકસાથે ભેગા મળીશું. જે લોકોએ સ્વચ્છ ભારત અભિયાનને મજબૂત બનાવવા માટે સાથે મળીને જમીની સ્તર પર કામ કર્યું છે તેવા લોકો સાથે હું વાતચીત કરીશ અને ત્યારબાદ સ્વચ્છતાની પ્રવૃત્તિઓ શરુ કરવામાં આવશે.”

 

NP/J.Khunt/GP/RP


(Release ID: 1545742) Visitor Counter : 117