ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપ-રાષ્ટ્રપતિ દ્વિતીય વિશ્વ હિન્દુ સંમેલનમાં ભાગ લેવા અમેરિકા જશે

Posted On: 06 SEP 2018 12:53PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 06 સપ્ટેમ્બર, 2018

 

ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુ દ્વિતીય વિશ્વ હિન્દુ સંમેલનમાં ભાગ લેવા માટે 8-9 સપ્ટેમ્બર, 2018 દરમિયાન અમેરિકા જશે. સંમેલનનું આયોજન 1893માં શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદ દ્વારા અપાયેલા ઐતિહાસિક ભાષણની 125મી વર્ષગાંઠના અવસર પર કરવામાં આવ્યું છે.

ઉપરાષ્ટ્રપતિ ગ્રેટર શિકાગોના એક હિન્દુ મંદિરમાં અમેરિકાની 14 તેલુગૂ એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. સંમેલન દરમિયાન તેઓ અનેક વૈશ્વિક નેતાઓ સાથે વાતચીત કરશે કે જેઓ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે.

J.Khunt/GP                                 


(Release ID: 1545156) Visitor Counter : 202
Read this release in: English , Urdu , Marathi , Tamil