પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયાઇ રમતોત્સવ 2018માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ ભારતીય રમતવીરોની ટુકડીને અભિનંદન પાઠવ્યાં

Posted On: 02 SEP 2018 8:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયાઇ રસતોત્સવ 2018માં ભારતીય રમતવીરોની ટુકડીને તેમનાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યાં છે.

પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “જ્યારે એશિયાઇ રમતોત્સવ 2018 પૂર્ણ થવાની નજીક છે, ત્યારે હું ભારતીય રમતવીરોની ટુકડીને એક વાર ફરી અભિનંદન પાઠવું છું. એશિયાઇ રમતોત્સવનાં ઇતિહાસમાં 2018નો રમતોત્સવ ભારત માટે શ્રેષ્ઠ રહ્યો છે. રમતોત્સવમાં સામેલ થયેલ દરેક રમતવીર ભારતનું ગૌરવ છે. એશિયાઇ રમતોત્સવ 2018 દરમિયાન આપણે વિવિધ રમતોમાં આપણી સ્થિતિ મજબૂત કરી છે, ત્યાં આપણે ઐતિહાસિક રીતે અભૂતપૂર્વ દેખાવ કર્યો છે અને એ રમતોમાં ચંદ્રકો મેળવ્યાં છે. આપણાં રમતવીરો એશિયાઇ રમતોત્સવમાં અગાઉ આટલું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શક્યાં નહોતાં. આ ખૂબ સકારાત્મક બાબત છે તેમજ હવે આગળ પણ જુદી-જુદી રમતોમાં ભારતીય રમતવીરોને આ સફળતાના મીઠાં ફળ ચાખવા મળશે. હું દરેક રમતવીરનાં કોચ, સપોર્ટ સ્ટાફ, માતાપિતાઓ, પરિવારજનો અને મિત્રોની પ્રશંસા કરું છું. આપણાં વિજેતાઓને સતત સાથસહકાર આપવા બદલ તમારો આભાર. આપણાં તમામ રમતવીરોને ભવિષ્યમાં તેમનાં સતત વધુ સારા પ્રદર્શન માટે બદલ મારી શુભેચ્છા. એશિયાઇ રમતોત્સવ 2018નું યાદગાર આયોજન કરવા બદલ ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ જોકો વિડોડો અને ત્યાનાં નાગરિકોને અભિનંદન. આ રમતોમાં દરેક દેશનાં રમતવીરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને ખેલદિલીની ભાવના જોવા મળી હતી.

 

RP



(Release ID: 1544809) Visitor Counter : 125