પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 1 સપ્ટેમ્બર, શનિવારે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો શુભારંભ કરાવશે

Posted On: 31 AUG 2018 11:40AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 સપ્ટેમ્બર, 2018નાં રોજ નવી દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમમાં ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંક (આઇપીપીબી)નો શુભારંભ કરાવશે.

આઇપીપીબીની કલ્પના સામાન્ય ભારતીય માટે સરળ, સુલભ અને વિશ્વસનિય બેંક તરીકે કરવામાં આવી છે, જે કેન્દ્ર સરકારનાં નાણાકીય સર્વસમાવેનનાં ઉદ્દેશને ઝડપથી પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે, જે પોસ્ટ વિભાગનાં વ્યાપક નેટવર્કનો ઉપયોગ કરશે અને 3,00,000થી વધારે ટપાલીઓ અને ગ્રામીણ ડાક સેવકો સાથે દેશનાં દરેક ખૂણાને આવરી લે છે. એટલે આઇપીપીબી ભારતમાં બેંકિંગ ક્ષેત્રની પહોંચમાં મહત્ત્વપૂર્ણ વધારો કરશે.

આઇપીપીબીનો શુભારંભ એ વિકાસશીલ ભારતના લાભોને દેશના દૂર-સુદૂરના વિસ્તારો સુધી પહોંચાડવાના કેન્દ્ર સરકારના પ્રયાસની વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે.

આઇપીપીબીનો પ્રારંભ થશે એજ દિવસે સમગ્ર દેશમાં તેની 650 શાખાઓ અને 3250 એક્સેસ પોઇન્ટ હશે. સાથે સાથે આ શાખાઓ અને એક્સેસ પોઇન્ટ ખાતે પણ શુભારંભનો કાર્યક્રમ યોજાશે.

દેશમાં કુલ 1.55 લાખ પોસ્ટ ઓફિસ 31 ડિસેમ્બર, 2018 સુધીમાં આઇપીપીબી પ્રણાલી સાથે જોડાઈ જશે.

આઇપીપીબી બચત અને ચાલુ ખાતા, મની ટ્રાન્સફર, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી), બિલ અને યુટિલિટી પેમેન્ટ તથા એન્ટરપ્રાઇઝ અને મર્ચન્ટ પેમેન્ટ જેવી વિવિધ સેવાઓ રજૂ કરશે. આ સેવાઓનો અને તેની સાથે સંબંધિત અન્ય સેવાઓ બેંકનાં અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા મંચનો ઉપયોગ કરીને વિવિધ માધ્યમો (કાઉન્ટર સર્વિસ, માઇક્રો-એટીએમ, મોબાઇલ બેંકિંગ એપ, એસએમએસ અને આઇવીઆર) દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે.

 

NP/J.Khunt/RP



(Release ID: 1544618) Visitor Counter : 86