ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

વોટ્સએપને વધારે અસરકારક સમાધાન શોધવા જાવાયું

Posted On: 20 JUL 2018 1:06PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 20 જુલાઈ, 2018

 

ઈલેક્ટ્રોનિક અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા 3 જુલાઈ, 2018ના રોજ વોટ્સએપને પોતાના લેખિત સંદેશમાં વોટ્સએપના માધ્યમથી ફેલાઈ રહેલા ભડકાઉ સંદેશાઓના દૂરુપયોગને રોકવા માટે ઝડપથી પગલા લેવા કહેવાયું હતું. તે જ દિવસે વોટ્સએપે મંત્રાલયને પોતાનો જવાબ આપતા કહ્યું હતું કે આ પ્રકારના સંદેશાઓ અને ખોટા સમાચારો દૂર કરવા માટે જરૂરી પ્રયત્નો વધારવા પહેલ કરી દીધી છે.

ત્યારબાદ પણ બિદરમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની, જેમાં એક 32 વર્ષીય સોફ્ટવેર એન્જીનિયર મોહમ્મદ આજમને વોટ્સએપમાં બાળકોનું અપહરણ કરનારી વાઈરલ થયેલી અફવા પછી મારી નાખવામાં આવ્યા, આ ઘણી દુઃખદ ઘટના છે. વોટ્સએપ પર મોટાપાયે આ પ્રકારના ફેલાવાઈ રહેલા બિનજવાબદાર અને ખોટા સંદેશાઓને કારણે દેશમાં વ્યાપક પ્રમાણમાં અપરાધો વધી રહ્યાં છે, પરંતુ વોટ્સએપે પોતાના મંચના દૂરુપયોગ સાથે જોડાયેલી આ સમસ્યાનું હજુ પણ સંતોષકારક સમાધાન કાઢ્યું નથી.

મીડિયાના સમાચારો મુજબ સામાન્ય જનતાનું માનવું છે કે વોટ્સએપે આ બાબતમાં ઘણું કરવાની જરૂર છે. કાયદા અમલીકરણ એજન્સી દ્વારા નફરત અને ઉત્તેજના ફેલાવનારા સંદેશોઓની જાણ થવા બાબતે પણ વોટ્સએપની જવાબદારી બને છે. જ્યારે અરાજક તત્વો દ્વારા ખોટા સમાચારો ફેલાવવામાં આવે છે, તો એવા સમાચારો માટે માધ્યમ બનનારા મંચ પોતાની જવાબદારી અને ઉત્તરદાયિત્વથી બચી શકતા નથી. આમ છતાં પણ જો તેઓ ફક્ત દર્શક બની રહે, તો તેમને અપરાધમાં બરાબરના સહયોગી થવા પર કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડશે.

ઉપરોક્ત વિષયના સંદર્ભમાં વોટ્સએપ પર એવા સંદેશાઓને રોકવા માટે અને વધુ પ્રભાવશાળી સમાધાન શોધવા માટે આજે અનુરોધ કરવામાં આવ્યો છે કે, જેમાં ખોટા સમાચારોની ઓળખ કરવા અને તેને આગળ મોકલતા લોકો પ્રત્યે કાયદેસરની કાર્યવાહી અને જવાબદારી નક્કી કરવામાં આવે. વોટ્સએપને એ પણ સંદેશ આપવામાં આવ્યો કે આ એક ખૂબ ગંભીર મુદ્દો છે, જેના પર એક અત્યંત સંવેદનશીલ પ્રક્રિયાની જરૂર છે.

 

NP/J.Khunt/GP                                     



(Release ID: 1539486) Visitor Counter : 202