પ્રધાનમંત્રીનું કાર્યાલય

સંસદના ચોમાસુ સત્ર પૂર્વે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

Posted On: 18 JUL 2018 11:22AM by PIB Ahmedabad

ચોમાસુ સત્રમાં દેશહિતના ઘણાં મહત્વપૂર્ણ મુદ્દાઓના નિર્ણય થવા જરૂરી છે. દેશની ઘણી મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા થવી જરૂરી છે. જેટલી વ્યાપક ચર્ચા થશે, દરેક વરિષ્ઠ અનુભવી લોકોનું સદનને માર્ગદર્શન મળશે, તેટલો દેશને પણ લાભ થશે, સરકારને પણ પોતાની નિર્ણય પ્રક્રિયામાં સારા સૂચનોથી ફાયદો થશે. હું આશા રાખું છું કે દરેક રાજનૈતિક દળો સદનના સમયનો સર્વાધિક ઉપયોગ દેશના મહત્વપૂર્ણ કાર્યોને આગળ વધારવામાં કરશે. દરેકનો પૂર્ણ સહયોગ રહેશે અને દેશભરમાં ભારતની સંસદની ગતિવિધિની છાપ રાજ્યની વિધાનસભાઓ માટે પણ પ્રેરક બને, એવું ઉત્તમ ઉદાહરણ દરેક સંસદ સભ્ય અને દરેક રાજનૈતિક દળ રજૂ કરશે, એવી મને પૂર્ણ આશા છે. દરેક વખતે મેં આશા રાખી છે કે પ્રયાસ પણ કર્યો છે. આ વખતે પણ આશા રાખું છું. આ વખતે પણ પ્રયાસ કરી રહ્યો છું અને અમારો સતત પ્રયાસ રહેશે. કોઈપણ દળ, કોઈપણ સભ્ય, કોઈપણ વિષયમાં ચર્ચા કરવા ઈચ્છતા હોય, સરકાર દરેક ચર્ચા માટે તૈયાર છે. આ ચોમાસુ સત્ર છે, દેશના ઘણા ભાગોમાં વરસાદના કારણે કેટલીક આપત્તિઓ પણ સર્જાઈ છે અને કેટલાક સ્થળો છે જ્યાં અપેક્ષા કરતા ઓછો વરસાદ થયો છે. હું સમજું છું કે એવા વિષયોની ચર્ચા ખૂબ જ ઉપયોગી રહેશે. ખૂબ-ખૂબ ધન્યવાદ.

 

NP/J.Khunt/GP/RP

 



(Release ID: 1538946) Visitor Counter : 152