પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિશ્વ અન્ડર-20 ચેમ્પિયનશીપની 400 મીટર દોડમાં સુવર્ણ પદક જીતવા બદલ હિમા દાસને અભિનંદન પાઠવ્યા

Posted On: 13 JUL 2018 10:49AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ અન્ડર-20 ચેમ્પિયનશીપની 400 મીટર દોડમાં સુવર્ણ પદક જીતવા બદલ રમતવીર હિમા દાસને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત રમતવીર હિમા દાસ પર ગર્વ અને આનંદની લાગણી અનુભવે છે, તેમણે વિશ્વ અન્ડર-20 ચેમ્પિયનશીપની 400 મીટર દોડમાં ઐતિહાસિક સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો છે, તેમને અભિનંદન! તેમની આ ઉપલબ્ધિ આવનારા વર્ષોમાં યુવા રમતવીરોને ચોક્કસ પ્રેરિત કરશે.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1538533) Visitor Counter : 133