ગ્રામીણ વિકાસ મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તા. 12 જુલાઈ, 2018ના રોજ નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશનના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સીધો સંવાદ કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તા. 12 જુલાઈ, 2018ના રોજ નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશનના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સીધો સંવાદ કરશે.

Posted On: 11 JUL 2018 11:01AM by PIB Ahmedabad

નવી દિલ્હી, 11 જુલાઈ, 2018

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તા. 12 જુલાઈ, 2018ના રોજ સવારે 9-30 કલાકે દિનદયાળ અંત્યોદય યોજના અને નેશનલ લાઈવલીહૂડ મિશન (DAY- NLRM) અને DDU - GKY તેમજ RSETIs ના લાભાર્થીઓ સાથે  વીડિયો કોન્ફરન્સ મારફતે સીધો સંવાદ યોજી રહ્યા છે. આ વાર્તાલાપનું દૂરદર્શન અને એનઆઈસી દ્વારા તેમના નેટવર્ક પરથી સીધુ જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ વાર્તાલાપ દ્વારા પ્રધાનમંત્રી સ્વ-સહાય જૂથો પાસેથી તેમના દ્વારા દિનદયાળ અંત્યોદય યોજના અને નેશનલ લાઈવલીહૂડ મિશન હેઠળ હાથ ધરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ અંગે તથા તેની તેમના જીવન પર કેવી અસર થઈ છે તે અંગે સીધી જાણકારી મેળવી શકશે.

કેટલાક પસંદગીના લાભાર્થીઓમાં બિહારમાં દારૂ વિરોધી ચળવળ, મકાઈની વેલ્યુ ચેઈન અને માર્કેટીંગ, છત્તીસગઢનાં ઈંટો બનાવતાં એકમો, બિઝનેસ કોરસપોન્ડન્ટ સખી, આમલીની વેલ્યુ ચેઈન અને માર્કેટીંગ, ઝારખંડમાંથી એક લાભાર્થી તેમજ મધ્ય પ્રદેશના DDU GKY સેનેટરી નેપકીન્સના ઉત્પાદન અને માર્કેટીંગ, રાજસ્થાનના સૌર પેનલ અને લેમ્પના ઉત્પાદન અને માર્કેટીંગ, પશુ સખી (પશુઓના પેરા વેટ) તથા મહારાષ્ટ્રના DDU GKYના લાભાર્થીઓ તેમજ તામિલનાડુના શારિરીક ક્ષતિ ધરાવતા લોકોના કલ્યાણ માટેની પ્રવૃત્તિ કરતા લોકો, તેલંગાણામાં સ્વ-સહાય જૂથોની સ્થાપના કરવા માટે બહારના કોમ્યુનિટી રિસોર્સ પર્સન્સ, જમ્મુ અને કાશ્મીરનાં ડેરી ફાર્મ, ગુજરાતમાં લીંબોળીનાં બીયાંનુ એકત્રીકરણ અને માર્કેટીંગ કરતા લોકોનો સમાવેશ થશે.

દિનદયાળ અંત્યોદય યોજના અને નેશનલ લાઈવલીહૂડ મિશન (DAY- NLRM)નો ભારત સરકારના ગ્રામવિકાસ મંત્રાલયના ગરીબી નાબૂદી માટેના મહત્વના કાર્યક્રમોમાંના એક તરીકે ગણના થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમ અંદાજે 9 કરોડ પરિવારોને સ્વ-સહાય જૂથો તરીકે ગતિશિલ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે અને તેમના કૌશલ્યનું નિર્માણ કરીને તથા તેમના માટે ધિરાણના ઔપચારિક સ્રોત પૂરા પાડવાનું શક્ય બનાવીને તેમને જાહેર તથા ખાનગી એકમોમાં નોકરી લાયક બનાવીને લાંબા ગાળાની રોજગારીની તકો સાથે જોડવા માગે છે. એવું માનવામાં આવે છે કે ગ્રામ્ય મહિલાઓના સતત અને ઘનિષ્ઠ ક્ષમતા નિર્માણ દ્વારા તેમના સામાજિક, આર્થિક અને રાજકીય ઉત્કર્ષ સુનિશ્ચિત કરવામાં આ યોજના મહત્વનો ભાગ ભજવશે.

DAY- NLRM મહિલા સશક્તિકરણ માટેના સૌથી મોટા મંચ તરીકે ઉભરી આવ્યું છે. હવે 29 રાજ્ય અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશોના 600 જિલ્લાના 4884 બ્લોકમાં આ મિશનના અમલીકરણનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. તા. 18 મેની સ્થિતિએ 5 કરોડથી વધુ મહિલાઓનાં 45 લાખ સ્વ-સહાય જૂથોને ગતિશીલ બનાવાયાં છે. આ ઉપરાંત 2.48 લાખ ગ્રામીણ સંગઠનો અને 20,000 ક્લસ્ટર સ્તરનાં ફેડરેશનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યાં છે.

 

આ મિશન દ્વારા તમામ રાજ્યોમાં સંવેદનશીલ સપોર્ટ માળખાનુ નિર્માણ કરવામાં આવ્યું છે. દરેક રાજ્ય પાસે હવે સ્ટેટ લાઈવલીહૂડ મિશન છે. જેની કાળજી વિવિધ સ્તરે 20,000થી વધુ પ્રોફેશનલ રાખે છે, મહિલા સંસ્થાઓને તાલિમ પૂરી પાડે છે અને ક્ષમતા નિર્માણ કરી હાથ પકડીને લાંબા ગાળા માટે સહયોગ પૂરો પાડી આગળ લઈ જવાની વ્યવસ્થા કરે છે. આમ છતાં મિશનના અમલીકરણની વ્યૂહરચનામાં આ કાર્યક્રમ હેઠળ અપનાવવામાં આવેલો સમુદાય આધારિત અભિગમ એક મહત્વનું કદમ બની રહે છે. સમુદાયોના 1.8 લાખથી વધુ લોકોને તાલિમ આપવામાં આવી છે. અને તેમની હિસાબોની જાળવણી, તાલિમ અને ક્ષમતા નિર્માણ, નાણાંકિય સેવાઓ વગેરે જેવા વિવિધ વિષયો પર સામુદાયિક સંસ્થાઓને સહયોગ પૂરો પાડવા માટે નિમણુંક કરવામાં આવી છે.

આમાં 25,000થી વધુ કૃષિ સખી અને પશુ સખી જેવા કોમ્યુનિટી લાઈવલીહૂડ રિસોર્સ પર્સન્સ (CLRPs) નો પણ સમાવેશ થાય છે, જે ઘર આંગણે સપ્તાહના સાતેય દિવસ ચોવીસે કલાક ડેરી ક્ષેત્રના ખેડૂતો સહિત નાના અને સીમાંત ખેડૂતોને વિસ્તરણ સેવાઓ પૂરી પાડે છે.

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI), નાણાંકિય સેવા વિભાગ (DFS) અને ઈન્ડીયન બેંકર્સ એસોસિએશન (IBA) ના સહયોગથી હાથ ધરાયેલુ આ મિશન સ્વ-સહાય જૂથોને ઉપલબ્ધ થઈ રહેલુ બેંકોનુ વિશાળ ધિરાણ મેળવવામાં સફળ રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં બેંકોનું રૂ. 1.64 લાખ કરોડથી વધુ ધિરાણ સ્વ-સહાય જૂથોને ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. પોર્ટફોલિયોની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે અને બિન કાર્યરત અસ્કયામતો ઘટીને 2.3 ટકા જેટલી થઈ છે.

 

J.Khunt/GP                                                                                                           



(Release ID: 1538323) Visitor Counter : 333