પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો

Posted On: 20 JUN 2018 1:10PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 20 જૂન, 2018

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. વીડિયો સંવાદના માધ્યમથી 2 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરો (સીએસસી) અને 600 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે)ને જોડવામાં આવ્યા હતા. સરકારી યોજનાઓના વિવિધ લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી પ્રધાનમંત્રી દ્વારા વાર્તાલાપનો સાતમો સંવાદ હતો.

600થી વધુ જિલ્લાઓના ખેડૂતો સાથે વાત કરવાનો આનંદ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ખેડૂતો આપણાઅન્નદાતાછે. તેમણે કહ્યું કે દેશની ખાદ્યાન્ન સુરક્ષાનો સંપૂર્ણ શ્રેય ખેડૂતોના શિરે જવો જોઈએ.

ખેડૂતો સાથેના પ્રધાનમંત્રીના વાર્તાલાપમાં કૃષિ અને અન્ય સંલગ્ન ક્ષેત્રોને લગતા અનેકવિધ મુદ્દાઓને સાંકળી લેવામાં આવ્યા હતા જેમ કે ઓર્ગેનિક કૃષિ, વાદળી ક્રાંતિ, પશુપાલન, બાગાયતી ખેતી, ફૂલોની ખેતી વગેરે.

દેશમાં ખેડૂતોના સંપૂર્ણ કલ્યાણ માટે તેમનો દ્રષ્ટિકોણ રજૂ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા અને ખેડૂતોને તેમના ઉત્પાદન માટે વધુમાં વધુ કિંમતો પૂરી પાડવા માટે કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે તેમનો પ્રયાસ છે કે ખેડૂતોને પાકની તૈયારીથી લઈને તેના વેચાણ સુધીના કૃષિના દરેક તબક્કે મદદ મળી રહે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકાર કાચા માલની લઘુત્તમ કિંમતોની મળી રહે, ઉત્પાદન માટે યોગ્ય કિંમત પૂરી પાડવામાં આવે, ઉત્પાદનનો બગાડ થતો અટકાવી શકાય અને ખેડૂતો માટે આવકના વૈકલ્પિક સ્રોતો સુનિશ્ચિત કરવા માટે ઉત્સુક છે.

તેમણે કહ્યું કે સરકારની કટિબદ્ધતાના પરિણામસ્વરૂપ ખેડૂતોએ બાબતનો અનુભવ કરવો જોઈએ કેબીજથી બજારસુધી (વાવણીથી વેચાણ) કઈ રીતે સરકારની વિવિધ પહેલોએ ખેડૂતોને તેમની પરંપરાગત ખેતીને સુધારવા માટે મદદ કરી છે.

કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન અંગે વાત કરતા શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કૃષિ ક્ષેત્ર છેલ્લા 48 મહિનામાં ખૂબ ઝડપથી વિકાસ પામ્યું છે. તેમણે ઉમેર્યું કે સમયગાળા દરમિયાન દેશમાં દૂધ, ફળો અને શાકભાજીઓનું  નોંધપાત્ર ઉત્પાદન જોવા મળ્યું છે.

સરકારે કૃષિ ક્ષેત્ર માટે બજેટની જોગવાઈ જે અગાઉની સરકારના પાંચ વર્ષ દરમિયાન 1,21,000 કરોડ રૂપિયા હતી તેની સરખામણીએ તેને વર્તમાન સમયમાં (2014-2019) લગભગ બમણી કરીને 2,12,000 કરોડ રૂપિયા સુધી કરી દીધી છે. એજ રીતે 2010-2014 દરમિયાન થયેલ સરેરાશ 255 મિલિયન ટનના પાક ઉત્પાદનની સરખામણીએ 2017-2018 દરમિયાન પાકનું ઉત્પાદન 279 મિલિયન ટન જેટલું વધી ગયું છે. સમયગાળા દરમિયાન વાદળી ક્રાંતિને લીધે મત્સ્ય ઉદ્યોગમાં 26 ટકાનો અને પશુપાલન તેમજ દૂધ ઉત્પાદનમાં 24 ટકાનો વધારો નોંધાયો છે.

ખેડૂતો સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોના સમગ્ર કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે સરકારે સોઇલ હેલ્થ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી ધિરાણ, નીમ કોટેડ યૂરિયાના માધ્યમથી ગુણવત્તાયુક્ત ખાતર, પાક વીમા યોજનાના માધ્યમથી પાક વીમો, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાના માધ્યમથી સિંચાઈ પૂરી પાડી છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત આજની તારીખમાં સમગ્ર દેશમાં અંદાજે 100 સિંચાઈ પરિયોજનાઓ પૂરી કરવામાં આવી છે અને આશરે 29 લાખ હેક્ટર જમીનને સિંચાઈ અંતર્ગત લાવવામાં આવી છે.

સરકારે ઓનલાઈન પોર્ટલ -નામ પણ શરૂ કર્યું છે કે જે ખેડૂતોને તેમના ઉપજ યોગ્ય કિંમતે વેચવા માટે સક્ષમ બનાવે છે. છેલ્લા ચાર વર્ષમાં -નામ હેઠળ 585 નિયંત્રિત જથ્થાબંધ ભાવના બજારોને આવરી લેવામાં આવ્યા છે. સરકારે ઓર્ગેનિક ખેતી અંતર્ગત પણ આશરે 22 લાખ હેક્ટર જમીનને આવરી લીધી છે કે જે 2013-14માં માત્ર 7 લાખ હેક્ટર હતી. સરકાર પૂર્વોત્તરને ઓર્ગેનિક કૃષિના કેન્દ્ર તરીકે વિકસિત કરવાનું પણ આયોજન કરી રહી છે.

વાર્તાલાપ દરમિયાન ખેડૂત ઉત્પાદન સમૂહ અને એફપીઓ (ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન) દ્વારા જે સંગઠિત શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે તે અંગે પણ પ્રધાનમંત્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. કેમ કે તેનાથી ખેડૂતો ઓછા ખર્ચે કૃષિ સંબંધી કાચા માલને પ્રાપ્ત કરવા અને તેમના ઉત્પાદનોને અસરકારક રીતે વેચવા માટે સક્ષમ બનાવે છે. છેલ્લા 4 વર્ષમાં 517 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ખેડૂતો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવા માટે ફાર્મર પ્રોડ્યુસર કંપનીઓને આવકવેરામાં છૂટ આપવામાં આવી છે.

પ્રધાનમંત્રી સાથે વાતચીત કરતા વિવિધ કૃષિ યોજનાઓના લાભાર્થીઓએ જણાવ્યું કે કઈ રીતે વિવિધ કૃષિ યોજનાઓએ તેમને ઉત્પાદન વધારવામાં મદદ કરી છે. લાભાર્થીઓએ સોઇલ હેલ્થ કાર્ડના મહત્વને પણ દર્શાવ્યું અને સહયોગાત્મક ચળવળના તેમના અનુભવ પણ વહેંચ્યા હતા.

NP/GP                                        



(Release ID: 1536033) Visitor Counter : 220