મંત્રીમંડળ

મંત્રીમંડળે ડેમ સુરક્ષા વિધેયક 2018ની દરખાસ્તને મંજૂરી આપી

Posted On: 13 JUN 2018 6:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં મંત્રીમંડળે સંસદમાં રજૂ થનાર ડેમ સુરક્ષા વિધેયક 2018ની દરખાસ્તને મંજૂરી આપી છે.

લાભ:

આ વિધેયકને કારણે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને બંધની સલામતિ અંગેના એક સરખા નિયમો અપનાવવામાં મદદ મળશે, જેનાથી બંધની સલામતીની ખાતરી રહેશે અને આવા બંધને કારણે માનવજીવન, પશુઓ અને અસ્કયામતોને થનારા લાભોની સુરક્ષામાં મદદ મળશે.

ટોચના ભારતીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો સાથે વ્યાપક પરામર્શ પછી વિધેયકના મુસદ્દાને અખરી સ્વરૂપ આપવામાં આવ્યું છે.

વિગતો:

વિધેયકમાં નિર્દેશિત દેશના તમામ બંધ પર યોગ્ય દેખભાળ, નિરીક્ષણ, સંચાલન અને જાળવણી દ્વારા સલામતિપૂર્વક કામગીરી કરતા રહે તે માટેની જોગવાઈઓ કરવામાં આવી છે.

  • આ વિધેયકમાં બંધની સુરક્ષા અંગે રાષ્ટ્રીય સમિતિ રચવાની જોગવાઈ કરવામાં આવી છે, જે દેશમાં બંધની સુરક્ષા અંગેની નીતિઓ નક્કી કરશે અને આ હેતુ માટે જરૂરી હોય તેવી નીતિ માટેની નિયમન વ્યવસ્થા, માર્ગરેખાઓ અને ધોરણોની રચના અંગે ભલામણ કરશે.

આ વિધેયકમાં બંધની સલામતિ અંગેની સમિતિની રચના રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવે તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે.

રાષ્ટ્રીય બંધ સુરક્ષા પ્રધિકરણ

સંસ્થા રાજ્યોની બંધ સલામત સંસ્થાઓ અને બંધના માલિકો સાથે સંપર્કમાં રહેશે અને બંધની સલામતિ સંબંધિ પ્રણાલિઓના માનકીકરણમાં મદદરૂપ થશે.

  • આ સંસ્થા, રાજ્યો અને રાજ્ય ડેમ સુરક્ષા સંસ્થાઓને ટેકનિકલ અને વ્યવસ્થાપનલક્ષી મદદ પૂરી પાડશે.
  • આ સંસ્થા રાષ્ટ્રીય સ્તરે દેશના તમામ બંધ અંગેન ડેટા જાળવશે અને બંધની મહત્વપૂર્ણ નિષ્ફળતાના કારણો પણ તપાસશે.
  • આ સંસ્થા કોઈપણ ડેમની નિષ્ફળતા અંગેના મહત્વના કારણોની તપાસ કરશે.
  • આ સંસ્થા બંધ અને તેની સાથે સંકળાયેલ આનુશાંગિક બાબતોની રોજબરોજની તપાસ તેમજ વિસ્તૃત તપાસ હાથ ધરવા માટે નિશ્ચિત માર્ગરેખાઓ પ્રસિદ્ધ કરશે અને તેમાં જરૂરીયાત પ્રમાણે સુધારા પણ કરશે.
  • આ સંસ્થા જેને તપાસ કામગીરી સોંપાઈ હોય તેવી સંસ્થાઓ તથા જેમને નવા ડેમની ડિઝાઈન અથવા બાંધકામની જવાબદારી સોંપાઈ હોય તેમને માન્યતા આપશે અને પ્રમાણિત કરશે.
  • બે રાજ્યોના ડેમની સલામતિ અંગેના વણઉકલ્યા સવાલો અથવા તો બે રાજ્યો વચ્ચેના ડેમની સલામતિ અંગે અને બંધની માલિકી અંગેના મુદ્દાઓના યોગ્ય નિવારણ અંગેનું કામ કરશે.

વધુમાં, કેટલાક કિસ્સાઓમાં જો કોઈ ડેમ એક રાજ્યમાં આવેલો હોય અને તે અન્ય રાજ્યની હદમાં હોય ત્યારે રાષ્ટ્રીય પ્રાધિકરણ રાજ્યની ડેમ સુરક્ષા સંસ્થાનની કામગીરી બજાવશે અને આંતરરાજ્ય સંઘર્ષ થવાની સંભાવના ધરાવતા કારણો નાબૂદ કરશે.

ડેમની સલામતિ અંગે રાજ્યોની સમિતિ

આ સમિતિ યોગ્ય નિરીક્ષણ રાખશે, તપાસ કરશે તથા રાજયમાં નિર્દેશીત કરાયેલા તમામ ડેમ સલામતપણે કામ કરે તે પ્રકારે સંચાલન અને જાળવણીની કામગીરી કરશે. વધુમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે દરેક રાજ્યએ "સ્ટેટ ડેમ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન" ની રચના કરવાની રહેશે, જેની કામગીરી ફીલ્ડ ડેમ સેફ્ટીના અધિકારીઓ અને ખાસ કરીને ડેમ- ડિઝાઈન, હાઈડ્રો-મિકેનિકલ એન્જીનિયરીંગ, હાઈડ્રોલોજી, જીઓ-ટેકનિકલ ઈન્વેસ્ટીગેશન, ઈન્સ્ટ્રુમેન્ટેશન અને ડેમ-પુનર્વાસ ક્ષેત્રના અધિકારીઓ સંભાળશે.

પૂર્વભૂમિકાઃ

ભારતમાં 5200 થી વધુ મોટા ડેમ છે અને 450 જેટલા ડેમ બાંધકામ હેઠળ છે. આ ઉપરાંત મધ્યમ અને નાના કદના હજારો ડેમ છે. ભારતમાં ડેમની સલામતિ અંગે કાનૂની અને સંસ્થાકિય માળખાના અભાવને કારણે ડેમની સલામતિ એ ચિંતાનો વિષય બની રહ્યો હતો. બિન સલામત બંધ જોખમી નિવડે છે અને બંધ તૂટે ત્યારે સમસ્યાઓ ઉભી થાય છે, જેનાથી જાનમાલ અને મિલકતોને નુકશાન થાય છે.

ડેમ સુરક્ષા વિધેયક 2018માં બંધની સલામતિ અંગેના તમામ મુદ્દાઓને આવરી લેવાયા છે, જેમાં બંધનું નિયમિત નિરીક્ષણ, અકસ્માત કાર્ય યોજના, બંધની સલામતિ અંગે ઘનિષ્ટ સમીક્ષા, બંધના રિપેરીંગ અને અને જાળવણી અંગે પૂરતુ ભંડોળ, ઈન્સ્ટ્રુમેન્ટેશન અને સલામતિ મેન્યુઅલ વગેરેનો સમાવેશ થાય છે. તેમાં બંધની સલામતિ અંગે બંધના માલિકની જવાબદારી નક્કી કરાઈ છે અને કેટલીક કામગીરીઓ કરવા અને નહીં કરવા બાબતે દંડનીય જોગવાઈઓ પણ કરવામાં આવી છે.

 

NP/RP



(Release ID: 1535416) Visitor Counter : 133