મંત્રીમંડળ

મંત્રીમંડળે પુર્વોત્તર પરિષદના પુનર્ગઠનને મંજૂરી આપી

Posted On: 13 JUN 2018 6:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલય દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રીને નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ (એનઇસી)ના કાર્યાધ્યક્ષ તરીકે નિમણુંક કરવા માટેની તથા તમામ આઠ રાજ્યોના રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓને તેના સભ્ય તરીકે નિમવાની દરખાસ્તને મંજૂરી આપી છે. કેબિનેટે પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલયના રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો)ને પરિષદના ઉપાધ્યક્ષ તરીકે નિમણુંકને પણ મંજૂરી આપી છે.

અસરઃ

પૂર્વોત્તર પરિષદ કેન્દ્ર અને રાજ્ય સરકાર મારફતે વિવિધ પરિયોજનાઓ હાથ ધરે છે. નવી વ્યવસ્થા હેઠળ અધ્યક્ષ તરીકે ગૃહમંત્રી અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલયના રાજ્યમંત્રીને ઉપાધ્યક્ષ તરીકે તેમજ પૂર્વોત્તરના રાજ્યોના તમામ રાજ્યપાલો અને મુખ્યમત્રીની બનેલી પૂર્વોત્તર પરિષદ આંતર રાજ્ય બાબતોની ચર્ચા માટેનું મંચ બની રહેશે અને ભવિષ્યમાં સામાન્ય અભિગમો ધ્યાનમા લેવા માટે વધુ ઘનિષ્ઠ વિચારણા કરી શકશે.

પૂર્વોત્તર પરિષદ હવે વિવિધ ક્ષેત્રીય પરિષદો દ્વારા હાથ ધરાતી કામગીરી બજાવી શકશે, જેમાં કેફી દ્રવ્યોની હેરફેર, શસ્ત્રો અને સરંજામની દાણચોરી જેવા આંતરરાજ્ય મુદ્દાઓ તથા સરહદી વિવાદ વગેરે બાબતો અંગે ચર્ચા કરશે.

 પૂર્વોત્તર પરિષદના પુનઃગઠનને કારણે તે પૂર્વોત્તરના રાજ્યો માટેની એક વધુ અસરકારક સંસ્થા બની રહેશે.

આ પરિષદ સમયાંતરે જેમનો પ્રોજેક્ટસની યાદીમાં સમાવેશ કરાયો હોય તેવા વિવિધ પ્રોજેક્ટસ અથવા તો યોજનાઓની સમીક્ષા હાથ ધરશે અને આ પ્રોજેક્ટસ બાબતે રાજ્યો વચ્ચે સંકલન માટેના અસરકારક પગલાંની ભલામણ કરશે. આ પરિષદને કેન્દ્ર સરકારે જે કોઈ સત્તાઓ સોંપી હોય તેવી સત્તાઓનો ઉપયોગ કરી શકશે.

પૂર્વભૂમિકા:

પૂર્વોત્તર પરિષધ અધિનિયમ 1971 હેઠળ, પૂર્વોત્તર પરિષદની એક મધ્યસ્થ સંસ્થા તરીકે રચના કરવામાં આવી છે, જે રાજ્યો વચ્ચે વિકાસ અને સંકલન કરવાની ભૂમિકા બજાવશે. વર્ષ 2002માં કરાયેલા સુધારા પછી પૂર્વોત્તર પરિષદ પૂર્વોત્તરના વિસ્તારો માટે પ્રાદેશિક આયોજન કરતી સંસ્થા તરીકેની ભૂમિકા બજાવે છે અને વિસ્તારના પ્રાદેશિક આયોજનની રૂપરેખા તૈયાર કરવામાં તે બે અથવા તો તેથી વધુ રાજ્યો માટે લાભદાયી હોય તેવી યોજનાઓને અગ્રતા આપે છે. ખાસ કરીને સિક્કિમના મામલે પરિષદ ચોક્કસ પ્રોજેક્ટસ અને યોજનાઓ હાથ ધરે છે.

 

NP/RP



(Release ID: 1535409) Visitor Counter : 97