મંત્રીમંડળ

મંત્રીમંડળે ભૌમિતિક ઉપગ્રહ પ્રક્ષેપણ વ્હીકલ માર્ક - III માટેના કાર્યક્રમને ચાલુ રાખવા મંજૂરી આપી

Posted On: 06 JUN 2018 3:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે કૂલ રૂ. 4338.20 કરોડના અંદાજીત ખર્ચે ભૌમિતિક (જિઓસિન્ક્રોનસ) ઉપગ્રહ પ્રક્ષેપણ વ્હીકલ માર્ક - III (જીએસએલવીએમકે – III) ના કાર્યરત કાર્યક્રમ કે જેમાં દસ (10) જીએસએલવી (એમકે – III) ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે તેની માટે ભંડોળ પૂરું પાડવા મંજૂરી આપી દીધી છે. તેમાં 4338.20 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે અને આ ઉપરાંત દસ જીએસએલવી એમકે – III વ્હીકલની કિંમત, જરૂરી સુવિધા પુરવણીના સાધનો, કાર્યક્રમ સંચાલન અને પ્રક્ષેપણ અભિયાનનો સમાવેશ થાય છે.

જીએસએલવી એમકે – III કાર્યરત કાર્યક્રમ – તબક્કો 1 એ કાર્યરત ઉડાનનો પ્રથમ તબક્કો છે કે જે દેશની ઉપગ્રહ સંચાર જરૂરિયાતોને પહોંચી વળવા માટે 4 ટન વર્ગના સંચાર ઉપગ્રહને પ્રક્ષેપણ કરવા માટે સક્ષમ બનાવશે.

જીએસએલવી એમકે – IIIની કામગીરી દેશને 4 ટન વર્ગના સંચાર ઉપગ્રહને પ્રક્ષેપણ કરવાની ક્ષમતામાં આત્મનિર્ભર બનાવશે અને અવકાશના માળખાને સંતુલિત તેમજ સુદ્રઢ બનાવશે તેમજ અન્ય દેશોમાંથી પ્રક્ષેપણ કરવા માટેની નિર્ભરતાને ઘટાડશે.

જીએસએલવી એમકે III કાર્યરત કાર્યક્રમ – ફેઝ 1 એ ગ્રામીણ બ્રોડબેન્ડ જોડાણો માટે ઉચ્ચ પ્રવાહ ઉપગ્રહોની રાષ્ટ્રીય માગને પહોંચી વળવા માટે સંચાર ઉપગ્રહોને પ્રક્ષેપિત કરવાની જરૂરિયાતને પહોંચી વળશે તેમજ આ સાથે જ ડીટીએચ, વીસેટ અને ટેલીવિઝન પ્રસારણકર્તાઓ માટે ટ્રાન્સપોન્ડરની ઉપલબ્ધતાને વધારશે અને સંતુલિત રાખશે.

જીએસએલવી – III કાર્યરત કાર્યક્રમ – ફેઝ 1 એ જીએસએલવી એમ કે- III લોન્ચ વ્હીકલની કાર્યરત ઉડાનનો પ્રથમ તબક્કો હશે અને તેની મંજૂરી મળતા જ 2019-2024ના સમયગાળા દરમિયાન ઉપગ્રહના પ્રક્ષેપણને મદદ મળશે.

પાર્શ્વભૂમિકા:

ભૌમિતિક સ્થાનાંતરણ ભ્રમણકક્ષા (જિઓસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બીટ - જીટીઓ)માં 4 ટન વર્ગના ઉપગ્રહને પ્રક્ષેપિત કરવા માટે સ્વદેશી પ્રક્ષેપણ ક્ષમતા પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે ભૌમિતિક ઉપગ્રહ પ્રક્ષેપણ વ્હીકલ માર્ક – III (જીએસએલવી એમકે- III)ને તૈયાર કરવામાં આવ્યો છે. તેણે વર્ષ 2014માં એક પ્રયોગાત્મક ઉડાન (એલવીએમ3-એક્સ) તેમજ વર્ષ 2017માં એક વિકાસાત્મક ઉડાન (જીએસએલવી એમકે III- ડી1) પૂરી કરી છે. આ વર્ષે 2018-19ના ક્યુ 2 દ્વારા બીજી વિકાસાત્મક ઉડાન પૂરી કરવામાં આવશે. કાર્યરત કાર્યક્રમ – ફેઝ 1 એ 4 ટન વર્ગના સંચાર ઉપગ્રહને અવકાશમાં સ્વતંત્ર રીતે તરતો મુકવામાં સક્ષમ બનાવશે અને દેશની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમજ સાથે-સાથે પ્રક્ષેપણ સેવા માટેના આંતરરાષ્ટ્રીય બજારમાં તેની વ્યવસાયિક ક્ષમતાને પ્રોત્સાહિત કરવા માટે 4 ટન વર્ગના સંચાર ઉપગ્રહોના પ્રક્ષેપણ માટેના એક પરવડે તેવા સાધન તરીકે જીએસએલવી એમકે- IIIને સ્થાપિત કરશે.

 

NP/J.Khunt/RP



(Release ID: 1534745) Visitor Counter : 148