પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 25 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઝારખંડની મુલાકાત લેશે

Posted On: 24 MAY 2018 5:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઝારખંડની મુલાકાત લેશે.

તેઓ શાંતિ નિકેતન ખાતે વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં ભાગ લેશે. તેઓ શાંતિ નિકેતન ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોના પ્રતિક સ્વરૂપ બાંગ્લાદેશ ભવનનું પણ ઉદઘાટન કરશે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સુશ્રી શેખ હસીના આ બંને કાર્યક્રમો પ્રસંગે ઉપસ્થિત રહેશે.

ઝારખંડમાં પ્રધાનમંત્રી સિંદરી ખાતે એક કાર્યક્રમમાં ભારત સરકાર અને ઝારખંડ સરકારના વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ કરાવશે. તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • હિન્દુસ્તાન ઉર્વરક અને રસાયણ લિમિટેડના સિંદરી ફર્ટીલાઈઝર પરિયોજનાનું નવીનીકરણ
  • ગેઈલ દ્વારા રાંચી નગર ગેસ વિતરણ પરિયોજના
  • ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ), દેવઘર
  • દેવઘર હવાઇમથકનો વિકાસ
  • પતરાતૂ સુપર થર્મલ પાવર પરિયોજના (3x800 મેગાવોટ)

તેઓ જન ઔષધી કેન્દ્ર માટે એક સમજૂતી કરારના આદાન-પ્રદાન કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી એક જાહેરસભાને સંબોધન કરશે.

ત્યારબાદ પ્રધાનમંત્રી રાંચીમાં ઝારખંડના મહત્વાકાંક્ષી જિલ્લાઓના જિલ્લા કલેકટરો સાથે વાર્તાલાપ પણ કરશે.

 

RP



(Release ID: 1533447) Visitor Counter : 107