મંત્રીમંડળ

કેબિનેટે ખાદ્યાન્ન સુરક્ષા સહયોગ પર ભારત અને ડેન્માર્ક વચ્ચેના સમજુતી કરારોને મંજુરી આપી

Posted On: 23 MAY 2018 3:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ભારત અને ડેન્માર્ક વચ્ચે ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગને લગતા સમજુતી કરારો (એમઓયુ)ને તેની પૂર્વવર્તી મંજુરી આપી દીધી છે. આ સમજુતી કરારો પર 16 એપ્રિલ 2018ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ સમજુતી કરારો દ્વિપક્ષીય સંબંધો, પારસ્પરિક સમજણ અને વિશ્વાસને મજબુત બનાવવાની સાથે જ બંને પક્ષોને ખાદ્ય સુરક્ષા પ્રત્યેના તેમના ક્ષમતા નિર્માણના પ્રયત્નોમાં વધુ સક્ષમ બનાવશે. વધુમાં તે બંને દેશોમાં ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રવૃત્તિઓની સમજણ કેળવશે તેમજ ખાદ્ય સુરક્ષાને લગતા મુદ્દાઓનો ઝડપી નિકાલ લાવવા સમર્થ બનાવશે.

આ સમજુતી કરારો મહત્વના ખાદ્ય પદાર્થોના વેપારમાં સહાયભૂત બનશે અને શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ સુધીની પહોંચ કેળવીને ખાદ્ય સુરક્ષાની ગુણવત્તાને સુધારવામાં મદદ કરશે



(Release ID: 1533197) Visitor Counter : 70