ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

સૂચના પ્રૌદ્યોગિકી પર સ્થાયી સમિતિએ ડેટા સુરક્ષા અને ગુપ્તતા પર સામાન્ય જનતા પાસેથી સૂચનો આમંત્રિત કર્યા

Posted On: 18 MAY 2018 5:54PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 21-05-2018

લોકસભા સાંસદ શ્રી અનુરાગસિંહ ઠાકુરની અધ્યક્ષતાવાળી સૂચના પ્રૌદ્યોગિકી પરની સ્થાયી સંસદીય સમિતિ ‘નાગરિક ડેટા સુરક્ષા તેમજ ગુપ્તતા’ વિષય સાથે સંબંધિત વિવિધ પાસાઓ પર કરી અધ્યયન રહી છે.

આ વિષયના વ્યાપક મહત્વને ધ્યાનમાં રાખીને સમિતિએ વિસ્તૃત સલાહ-સૂચનો મેળવવાના ઉદ્દેશથી સામાન્ય જનતાની સાથોસાથ વિષયના નિષ્ણાતો/વ્યાવસાયિકો/સંગઠનો/સંઘો અને તેમાં રસ ધરાવતા હિતધારકો પાસેથી સૂચનો આમંત્રિત કર્યા છે.

આ બાબતમાં સમિતિને પોતાનું આવેદન રજૂ કરવા ઈચ્છુક વ્યક્તિ અથવા સંગઠન પ્રેસનોટ પ્રસિદ્ધ/પ્રસારિત તારીખથી લઈને બે અઠવાડિયાની અંદર એક સિલબંધ કવરમાં તેની બે કોપી (અંગ્રેજી અથવા હિન્દીમાં) નિદેશક (સીએન્ડઆઈટી), લોકસભા સચિવાલય, રૂમ નંબર જી-1, સંસદભવન, એનેક્સી-નવી દિલ્હી-110001 (ટેલિફોન નંબર 001-23034388/5235)ના સરનામે મોકલી શકે છે, જેમાં આ વિષય પર તેમના સૂચનો જણાવેલા હોવા જોઈએ. સંબંધિત આવેદન comit@sansad.nic.in પર ઈમેઈલ પણ કરી શકો છો. અથવા તેને ફેક્સ પણ કરી શકો છો. (ફેક્સ નંબર 011-23792726)

સમિતિને રજૂ કરાયેલ આવેદન સમિતિના રેકોર્ડનો મહત્વનો ભાગ હશે અને તેને ‘અત્યંત ખાનગી’ માનવામાં આવશે. તેથી તેની સાથે સંબંધિત સામગ્રીની બાબતમાં કોઈપણ જાણકારી અપાશે નહિં.

NP/J.Khunt/GP



(Release ID: 1532960) Visitor Counter : 120


Read this release in: English , Marathi , Tamil