મંત્રીમંડળ

કેબિનેટે જૈવિક બળતણ પરની રાષ્ટ્રીય નીતિ – 2018ને મંજુરી આપી

Posted On: 16 MAY 2018 3:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે જૈવિક બળતણ પરની રાષ્ટ્રીય નીતિ 2018ને મંજુરી આપી દીધી છે.

મુખ્ય વિશેષતાઓ:

i.       આ નીતિ જૈવિક બળતણને મૂળભૂત જૈવિક બળતણતરીકે વિવિધ શ્રેણીમાં વિભાજીત કરે છે જેમ કે પ્રથમ પેઢીનું (1G) બાયોથેનોલ અને બાયો ડીઝલ તેમજ આધુનિક જૈવિક બળતણ” – બીજી પેઢીનું (2G) ઇથેનોલ, બળતણમાં ઉમેરો કરવા માટે મ્યુનિસિપલ ઘન કચરો (એમએસડબ્લ્યુ), ત્રીજી પેઢીનું (3G) જૈવિક બળતણ, બાયો સીએનજી વગેરે, જેથી કરીને દરેક શ્રેણી અંતર્ગત યોગ્ય નાણાકીય અને રાજકોષીય પ્રોત્સાહનો પુરા પાડી શકાય.

ii.      આ નીતિ ઇથેનોલના ઉત્પાદન માટે શેરડીના રસ, બીટ અને મીઠા સરગવા જેવા ખાંડ ધરાવતા પદાર્થો, કોર્ન, કસાવા જેવા સ્ટાર્ચ ધરાવતા પદાર્થો, ઘઉં, તૂટેલા ચોખા જેવા નુકસાન ધરાવતા ખાદ્યાન્ન તથા સડી ગયેલા બટેકા કે જે માનવ ઉપયોગ માટે કામમાં આવી શકે તેમ નથી વગેરે જેવા કાચા માલનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે.

iii.      ખેડૂતોને તેમના ફાજલ ઉત્પાદન તબક્કા દરમિયાન તેમના પાક માટે યોગ્ય કિંમત ન મળવાનું જોખમ હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને આ નીતિએ નેશનલ બાયોફયુલ કોઓર્ડીનેશન કમિટીની મંજુરી સાથે પેટ્રોલમાં ભેળવવા માટે ઇથેનોલનું ઉત્પાદન કરવા માટે વધારાના ખાદ્યાન્નનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે.

iv.      આધુનિક જૈવિક બળતણ પર ભાર મૂકતા આ નીતિ 2G ઇથેનોલ જૈવિક રીફાઈનરીઓને 6 વર્ષમાં 5000 કરોડ રૂપિયાની સદ્ધરતા નાણા પુરાંત યોજના પૂરી પાડે છે તેમજ આ ઉપરાંત વધારાના કર પ્રોત્સાહનો અને 1G જૈવિક બળતણની સરખામણીએ ઉચ્ચ ખરીદ મુલ્ય પણ પૂરું પાડે છે.

v.      આ નીતિ અખાદ્ય તેલીબીયાઓ, વપરાયેલ રસોઈ તેલ અને ટૂંક સમયમાં થઇ જતા પાકોમાંથી જૈવિક બળતણના ઉત્પાદન માટે પુરવઠા શ્રુંખલાની વ્યવસ્થા ઉભી કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

vi.      જૈવિક બળતણને લઈને તમામ સંલગ્ન મંત્રાલયો/વિભાગોની જવાબદારીઓ અને ભૂમિકાઓને આ નીતિમાં આવરી લેવામાં આવી છે જેથી સંયુક્ત પ્રયાસ હાથ ધરી શકાય.

અપેક્ષિત લાભ:

•       આવક ઉપરની નિર્ભરતામાં ઘટાડો: વર્તમાન દર અનુસાર E10નો 1 કરોડ લીટરનો જથ્થો 28 કરોડ રૂપિયાનું વિદેશી હુંડીયામણ બચાવે છે. ઇથેનોલ પુરવઠા વર્ષ 2017-18 એ અંદાજે 150 કરોડ લીટરના ઇથેનોલના જથ્થાની જરૂરિયાત દર્શાવે છે કે જે 4000 કરોડ રૂપિયાના વિદેશી હુંડીયામણની બચતમાં પરિણમશે.

•       સ્વચ્છ પર્યાવરણ: E10નો 1 કરોડ લીટરનો જથ્થો અંદાજે 20,000 ટન કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનને અટકાવે છે. ઇથેનોલ પુરવઠા વર્ષ 2017-18 દરમિયાન 30 લાખ ટન કરતા ઓછું કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન થશે. પાક બાળી નાખવાની પદ્ધતિમાં ઘટાડો કરવાથી અને પાકના અવશેષો તથા કચરાને જૈવિક બળતણમાં પરિવર્તીત કરવાથી આગળ વધુ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો જોવા મળશે.

•       આરોગ્યને લગતા ફાયદાઓ: રસોઈના તેલનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો અને તેમાં પણ ખાસ કરીને ડીપ ફ્રાય માટે તે આરોગ્ય માટે સૌથી મોટું જોખમ છે અને તેના પરિણામે ઘણી બીમારીઓ આવે છે. ઉપયોગમાં લેવાઈ ગયેલ ખાવાનું તેલ એ જૈવિક બળતણ માટે એક ખુબ ઉપયોગી પદાર્થ છે અને તેનો જૈવિક બળતણ બનાવવામાં ઉપયોગ કરવાથી ખાદ્ય ઉદ્યોગોમાં આ વપરાઈ ગયેલ રસોઈના તેલનો વરંવારનો ઉપયોગ ટાળી શકાશે.

•       એમએસડબ્લ્યુ વ્યવસ્થાપન: એવો અંદાજો લગાવવામાં આવે છે કે દર વર્ષે ભારતમાં 62 ટન જેટલો મ્યુનિસિપલ ઘન કચરો એકઠો કરવામાં આવે છે. એવી ટેકનોલોજી શોધી કાઢવામાં આવી છે કે જે કચરા/પ્લાસ્ટિકને અને મ્યુનિસિપલ ઘન કચરાને બળતણ બનાવવામાં ઉપયોગમાં લઇ શકે. આ પ્રકારના 1 ટન કચરાની અંદર બળતણના 20% ટીપા નાખવાની ક્ષમતા રહેલી છે.

•       ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત બાંધકામને લગતું રોકાણ: એવો અંદાજો લગાવવામાં આવે છે કે 100કેએલપીડી જૈવિક રીફાઇનરીને આશરે 800 કરોડ રૂપિયાના મૂડી રોકાણની જરૂર પડશે. વર્તમાન સમયમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ આશરે 10,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે 12 2G જૈવિક રીફાઇનરીઓની સ્થાપના કરવાની પ્રક્રિયા ચલાવી રહી છે. આ ઉપરાંત વધુમાં સમગ્ર દેશમાં 2G જૈવિક રીફાઇનરીઓ ગ્રામીણ વિસ્તારોમાં બાંધકામમાં રોકાણ કરશે.

•       રોજગાર નિર્માણ: એક 100કેએલપીડી 2G જૈવિક રીફાઈનરી એકમ પ્લાન્ટ કામગીરી, ગ્રામ્ય સ્તરીય ઉદ્યોગો અને પુરવઠા શ્રુંખલા વ્યવસ્થાપનમાં 1200 નોકરીઓ આપી શકે તેમ છે.

•       ખેડૂતોને વધારાની આવક: 2G ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી ખેતીને લગતા અવશેષો/કચરા કે જેને અગાઉ ખેડૂતો દ્વારા બાળી નાખવામાં આવતા હતા તેમને હવે ઇથેનોલમાં પરિવર્તિત કરી શકાય તેમ છે અને જો આ માટેનું બજાર ઉભું કરવામાં આવે તો તેમાંથી સારી કિંમત પણ મેળવી શકાય છે. ઉપરાંત ખેડૂતોને વધારાના ઉત્પાદન તબક્કા દરમિયાન તેમના ઉત્પાદો માટે યોગ્ય કિંમત ન મળવાનું જોખમ પણ હોય છે. આમ વધારાના ખાદ્યાન્ન પાકો અને ખેતીને લગતા પદાર્થોનું આ પ્રકારનું પરિવર્તન કિંમત સંતુલનમાં મદદ કરી શકે છે.

પૂર્વભૂમિકા:

દેશમાં જૈવિક બળતણને પ્રોત્સાહન આપવા માટે નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય દ્વારા વર્ષ 2009 દરમિયાન એક રાષ્ટ્રીય નીતિ બનાવવામાં આવી હતી. વૈશ્વિક સ્તરે છેલ્લા એક દાયકામાં જૈવિક બળતણે લોકોનું ધ્યાન આકર્ષ્યું છે અને જૈવિક બળતણના ક્ષેત્રમાં થઇ રહેલા વિકાસ સાથે તાલ મિલાવીને ચાલવું પણ જરૂરી બન્યું છે. ભારતમાં જૈવિક બળતણનું વ્યુહાત્મક મહત્વ છે કારણ કે તે સરકારની વર્તમાન પહેલો જેવી કે મેક ઇન ઇન્ડિયા, સ્વચ્છ ભારત અભિયાન, કૌશલ્ય વિકાસ જેવી સરકારની પહેલો સાથે પણ સુસંગત છે અને તે ખેડૂતોની આવક બમણી કરવી, આયાત ઘટાડવી, રોજગાર નિર્માણ, કચરામાંથી ઉપયોગી વસ્તુઓનું નિર્માણ કરવું વગેરે જેવા મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો પુરા કરવાની શ્રેષ્ઠ તક પણ પૂરી પાડે છે. ભારતમાં જૈવિક બળતણ કાર્યક્રમને જૈવિક બળતણના ઉત્પાદન માટે સ્થાનિક કાચા માલની સંતુલિત અને જથ્થાની બિન ઉપલબ્ધતાએ પણ મોટા પ્રમાણમાં અસર પહોંચાડી છે અને આ મુદ્દાને સ્પર્શ કરવાની જરૂર છે.

 

NP/J.Khunt/GP/RP

 



(Release ID: 1532507) Visitor Counter : 171