માહિતી અને પ્રસારણ મંત્રાલય

કોઈ એક સંસ્થાનું ઉદ્યોગમાં વર્ચસ્વ સ્થપાય નહીં તે માટેના નિયમો ઘડવાનો સમય પાકી ગયો છે: શ્રીમતિ સ્મૃતિ ઝુબીન ઈરાની

શ્રીમતિ સ્મૃતિ ઝુબીન ઈરાનીના હસ્તે નવી દિલ્હીમાં 15મી એશિયા મિડીયા સમિટનુ ઉદ્દઘાટન

સારી સામગ્રી તૈયાર કરી શકે તેવી પ્રતિભાઓને આકર્ષવા, જાળવવા અને વિકસાવવા પર ભાર મૂક્યો

Posted On: 10 MAY 2018 3:01PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 10-05-2018

 

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા કાપડ મંત્રી શ્રીમતિ સ્મૃતિ ઝૂબીન ઈરાનીએ આજે જણાવ્યું હતું કે કોઈ પ્રભાવશાળી સંસ્થાનું સંપૂર્ણ વર્ચસ્વ જમાવી શકે નહીં તે માટે મિડિયા ઈન્ડસ્ટ્રીમાં સમતુલા જાળવવા માટે કાયદા, નીતિ અને નિયમો ઘડવાનો સમય પાકી ગયો છે. 15મી એશિયા મિડિયા પરિષદ (એએમએસ) 2018 નું ઉદ્દઘાટન કરતાં. તેમણે જણાવ્યું કે વર્ષ 2021 સુધીમાં ભારતમાં આશરે 969 મિલિયન  ઈન્ટરનેટ વપરાશકર્તાઓ થઈ જશે. ભારતનો મિડિયા ઉદ્યોગ ડીજીટલ વર્લ્ડને માત્ર પડકાર તરીકે જ નહીં, પણ એક તક તરીકે પણ જુએ છે. આપણે કઈ રીતે નવી પ્રતિભાઓ આકર્ષી, જાળવી અને વિકસાવી શકીએ કે જેથી સારી સામગ્રીને આવકની જરૂરિયાતોની જાળમાંથી મુક્ત કરી શકાય અને મિડિયા સંસ્થાઓમાં સમતુલા જાળવી શકાય તેમ મંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું હતું.

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ માસ કોમ્યુનિકેશન (આઈઆઈએમસી) નવી દિલ્હી, તથા બ્રોડકાસ્ટ એન્જીનિયરીંગ કન્સલ્ટન્ટસ ઈન્ડિયા લિમિડેટ (બીઈસીઆઈએલ) સાથે મળીને સંયુક્તપણે તા.10 થી 12 મે દરમિયાન નવી દિલ્હી ખાતે 15મી એશિયા મીડિયા પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની પરિષદનો વિષય ‘Telling Our Stories – Asia and More’ રાખવામાં આવ્યો છે, જે પ્રાદેશિક અને દ્વિપક્ષી સંવાદ તથા સહયોગ દ્વારા આ ક્ષેત્રના બ્રોડકાસ્ટીંગ ક્ષેત્રના પડકારો અંગે પ્રતિભાવ આપશે.

ભારતના મિડિયા ઉદ્યોગના વિસ્તરણની સંભાવના રજૂ કરતાં શ્રીમતિ સ્મૃતિ ઝૂબીન ઈરાનીએ જણાવ્યું કે ભારત એ સૌથી વધુ ઝડપથી વિકસતુ વિજ્ઞાપન બજાર છે, જે વર્ષ 2018ના અંત સુધીમાં 10.59 અબજ યુએસ ડોલરની સપાટીએ પહોંચી જશે અને મોબાઈલ માટે ખર્ચાતા નાણાં અંદાજે વર્ષ 2018માં 1.55 લાખ કરોડ સુધી પહોંચી જશે. આપણે ત્યાં મિડિયા ઉદ્યોગ વાઈબ્રન્ટ છે, જેની સીધી સ્થાપિત અસર રૂ. 1.35 લાખ કરોડ છે અને આડકતરી તથા અનુમાનિત લાભ રૂ. 4.5 લાખ કરોડ જેટલો છે અને અંદાજે 40 લાખ લોકો તેની સાથે જોડાયેલા છે.

મંત્રીશ્રીએ એવી આશા વ્યકત કરી હતી કે એશિયા મિડિયા પરિષદ નવા વિચારો રજૂ કરશે કે જેથી આપણે બહેતર માનવજાત માટે મિડિયા સંસ્થાઓને મજબૂત કરવાના માર્ગો શોધી શકીએ. ઉદ્દઘાટન સમારંભમાં સંબોધન કરતાં બાંગ્લાદેશના માહિતી મંત્રી, મહામહિમ શ્રી હસનુલ હક ઈનુ દ્વારા આજે વિશ્વ ગરીબી, જાતીય અસમાનતા, આતંકવાદ, આઈસીટી ક્રાંતિ, જળવાયુ પરિવર્તન અને અસમતોલ વૈશ્વિકરણ જેવા 6 પ્રકારના સંકુલ પડકારોનો સામનો કરી રહ્યું છે તેનો ઉલ્લેખ કર્યો હતો અને સાયબર ગુનાઓ અંગે ચિંતા વ્યક્ત કરીને તેમણે મિડિયા સલામત અને વિસ્તરણ કરતું રહી શકે તે માટે સાયબર અપરાધીઓ સામે યુધ્ધ છેડવા પર ભાર મૂક્યો હતો.

કમ્બોડિયાના માહિતી મંત્રી મહામહિમ ડો. ખીઉ કન્હારીથે જણાવ્યું હતું કે "અમે કમ્બોડિયામાં અખબારી આલમની સ્થિતિ સુધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે ચોથા સ્તંભ સાથે મજબૂત સંબંધો જાળવી રાખવા માંગીએ છીએ."

યુનેસ્કોની નવી દિલ્હી ઓફિસના ડિરેક્ટર શ્રી સીગેરૂ ઓયાગીએ પૃથ્વી પર શાંતિ અને સહભાગીતા માટે મિડિયાની ભૂમિકા અંગે વાત કરી હતી. તેમણે યુનેસ્કોના બંધારણને ટાંકીને જણાવ્યું હતું કે "માણસોના માનસમાં યુધ્ધનું સર્જન થઈ ચૂક્યુ છે ત્યારે આપણે તેમના માનસમાં શાંતિ સ્થાપવાની જરૂર છે. શ્રી ઓયાગીએ મિડિયાને જવાબદારીપૂર્વક  અને વધુ રચનાત્મક રીતે સ્ટોરીઝ રજૂ કરવા આગ્રહ કર્યો હતો."

માહિતી વિભાગના ડિરેક્ટર જનરલ  અને ઈરાનના આઈઆરઆઈબીના પ્રમુખના સલાહકાર ડો. અબ્બાસ નસ્સેરી તાહેરીએ એશિયન સંસ્કૃતિમાં નવીન પ્રકારે સોશીયલ સ્ટોરીઝનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો, જેથી ભૂતકાળ અને વર્તમાન વચ્ચે સેતુ સ્થાપી શકાય.

ટાઈમ્સ ગ્રુપના એમડી શ્રી વિનીત જૈને ગ્રાહકોના લાભાર્થે વાજબી બજાર વ્યવસ્થા માટે નિયમનમાં સુધારા કરવાનો આગ્રહ કર્યો હતો. ડેટા પ્રોટેક્શન અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે આજે ગ્લોબલ પ્લેટફોર્મ્સ દ્વારા ડેટાની ઉઠાંતરી થઈ રહી છે. ડેટા ભારતની અંદર જ રહે અને તેની સુરક્ષા જળવાય તે માટે આપણે રાષ્ટ્રિય હિતમાં સક્રિય પ્રયાસો કરવા જરૂરી છે.

સ્વાગત પ્રવચનમાં પીઆઈબીના ડીજી શ્રી સિતાંશુ કારે ભારતની 23 મુખ્ય ભાષાઓ અને 720 જેટલી બોલીઓમાં સ્ટોરી ટેલીંગ (અહેવાલ લેખન) ની મજબૂત પરંપરાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ટેકનોલોજીના ક્રમિક વિકાસને કારણે આપણે જે રીતે વિચાર કરી રહ્યા છીએ અને જે રીતે અહેવાલ લેખન કરવું જોઈએ તે બાબતે ક્રાંતિકારી ફેરફારો આવી રહ્યા છે.

આ વખતે સૌ પ્રથમ વખત એશિયન મીડિયા સમીટનું ભારતમાં આયોજન થયું છે. 39 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 220 વિદેશી પ્રતિનિધિઓ (સાર્ક, આસિયન, ઈસ્ટ એશિયા, આફ્રિકા, ઓસેનિયા, યુરોપ, સિરિયા, ઉઝબેકિસ્તાન, અમેરિકા અને ચીન) અને સરકારના વરિષ્ઠ અધિકારીઓ તથા ભારતીય મીડિયા આ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે.

ઇવેન્ટ માટેની સોશિયલ મીડિયા લિંક મુજબ છે.

Hashtag: #AsiaMediaSummit

યૂ-ટ્યૂબ : https://www.youtube.com/pibindia (ઉદ્ઘાટન, સમાપન અને અન્ય મહત્વના સત્રોના જીવંત પ્રસારણ માટે)

ફેસબુક : https://www.facebook.com/pibindia

ટ્વિટર : https://twitter.com/asiamediasummit

 

NP/J.Khunt/GP                                                                                                                                                                          



(Release ID: 1531824) Visitor Counter : 254