મંત્રીમંડળ
મંત્રીમંડળે બંધારણનાં 5માં પરિશિષ્ટ હેઠળ રાજસ્થાનના સંદર્ભમાં જાહેર કરાયેલાં અનુસૂચિત ક્ષેત્રોને મંજૂરી આપી
Posted On:
25 APR 2018 1:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજસ્થાનનાં સંદર્ભે તા. 12મી ફેબ્રુઆરી, 1981ના બંધારણીય આદેશ (સી.ઓ.) 114ને રદ કરીને નવો આદેશ બહાર પાડીને ભારતીય બંધારણનાં 5માં પરિશિષ્ટ હેઠળ જાહેર કરાયેલાં અનુસૂચિત ક્ષેત્રોને મંજૂરી આપી છે.
નવો બંધારણીય આદેશ પ્રસિદ્ધ કરવાને કારણે રાજસ્થાનની અનુસૂચિત જનજાતિઓને બંધારણનાં 5માં પરિશિષ્ટ હેઠળ ઉપલબ્ધ સુરક્ષા પ્રાપ્ત થશે.
રાજસ્થાન સરકારે ભારત સરકારને બંધારણના 5માં પરિશિષ્ટ હેઠળ રાજસ્થાન રાજ્યમાં અનુસૂચિત ક્ષેત્રો વિસ્તારવા માટે વિનંતિ કરી હતી.
લાભાર્થીઓ
બાંસવાડા, ડુંગરપુર અને પ્રતાપગઢમાં રહેતા આદિજાતિનાં લોકો તથા ઉદયપુર, રાજસમંદ, ચિત્તોડગઢ, પાલી અને સિરોહી જિલ્લાનાં આંશિક વિસ્તારોમાં રહેતા આદિજાતિનાં લોકોને બંધારણનાં 5મા પરિશિષ્ટ હેઠળ ઉપલબ્ધ સુરક્ષાત્મક પગલાંનો લાભ મળશે.
રાજસ્થાન રાજ્યના બાંસવાડા, ડુંગરપુર અને પ્રતાપગઢ નામના ત્રણેય સંપૂર્ણ, 9 સંપૂર્ણ તાલુકાઓ, 1 સંપૂર્ણ બ્લોક અને રાજસ્થાનનાં ઉદયપુર, રાજસમંદ, ચિત્તોડગઢ, પાલી અને સિરોહી જિલ્લાના 226 ગામને આવરી લેતી 46 સંપૂર્ણ ગ્રામ પંચાયતોનો આ અનુસૂચિત વિસ્તારોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની હાલની યોજનાઓ હેઠળ અનુસૂચિત ક્ષેત્રોમાં ઝડપી વિકાસ હાથ ધરી શકાય તે માટે વધુ કેન્દ્રીત રીતે ધ્યાન આપવાનું રહેશે. અનુસૂચિત ક્ષેત્રો જાહેર કરવા માટે કોઈ વધારાનુ ભંડોળ જોડવાની જરૂર પડશે નહીં. તે જનજાતીય ઉપ-યોજનાનો હિસ્સો (હવે તેને ટ્રાઈબલ સબ- સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે) બની રહેશે.
પૂષ્ઠભૂમિ
ભારતના બંધારણના 5માં પરિશિષ્ટના પરિચ્છેદ 6(1) (ધારા 244 (1) મુજબ અનુસૂચિત ક્ષેત્રો એટલે એવાં ક્ષેત્રો કે, જેમને રાષ્ટ્રપતિનાં આદેશથી અનુસૂચિત ક્ષેત્રો જાહેર કરવામાં આવેલાં હોય. બધારણની 5મી અનુસૂચિ પરિચ્છેદ 6(2) અનુસાર રાષ્ટ્રપતિના હૂકમ દ્વારા કોઈ પણ સમયે, રાજ્યના રાજ્યપાલ સાથે સમીક્ષા કરીને રાજ્ય અથવા રાજ્યોનાં અનુસૂચિત ક્ષેત્રોમાં વધારો કે નાબૂદી કરી શકાય છે. સંબંધિત રાજ્યનાં રાજ્યપાલ સાથે વિચાર-વિમર્શ કર્યા પછી આવા પરિચ્છેદ હેઠળ કરવામાં આવેલ કોઈ પણ આદેશ કે હુકમથી અનુસૂચિત ક્ષેત્રો પુનઃવ્યાખ્યાયીત થશે.
અનુસૂચિત ક્ષેત્રોને સૌપ્રથમ વાર વર્ષ 1950માં અધિસૂચિત કરવામાં આવ્યા હતા. એ પછી 1981માં નવા જિલ્લાઓના પુનઃગઠન/રચનાને કારણે તથા અનુસૂચિત આદિજાતિની વસતીમાં ફેરફારોને કારણે રાજસ્થાન રાજ્યમાં અનુસૂચિત ક્ષેત્રો સુનિશ્ચિત કરતા આદેશો વર્ષ 2011ની વસતી ગણતરી અનુસાર બહાર પાડવામાં આવ્યા હતા.
NP/J.Khunt/GP/RP
(Release ID: 1530228)
Visitor Counter : 377