પ્રધાનમંત્રીનું કાર્યાલય

લંડન ખાતે ભારત કી બાત સબ કે સાથ કાર્યક્રમમાં સમગ્ર વિશ્વના સહભાગીઓ સાથે પ્રધાનમંત્રીએ કરેલા સંવાદના મુખ્ય અંશો

Posted On: 19 APR 2018 12:22AM by PIB Ahmedabad

યુકેના લંડન ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત કી બાત સબ કે સાથ કાર્યક્રમમાં સમગ્ર વિશ્વના શ્રોતાઓ સમક્ષ વાતચીત કરી હતી.

તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રોતાઓના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. શ્રોતાઓ સાથેના આ વાર્તાલાપનાં મુખ્ય અંશો અહીં રજૂ કર્યા છે.

રેલવે સ્ટેશન મારા જીવનનું સ્વર્ણિમ પૃષ્ઠ છે જેણે મને જીવતા અને ઝઝૂમતા શીખવ્યું.

રેલવે સ્ટેશન પર જે વ્યક્તિ હતા તે નરેન્દ્ર મોદી હતા. લંડનમાં રોયલ પેલેસમાં જે વ્યક્તિ છે તે 125 કરોડ ભારતવાસીઓનો સેવક છે.

રેલવે સ્ટેશનના મારા જીવને મને ઘણું શીખવ્યું છે. તે મારો અંગત સંઘર્ષ હતો. તમે જ્યારે રોયલ પેલેસ કહો છો તે હું નથી પરંતુ ભારતના 125 કરોડ દેશવાસીઓ છે.

અધીરાઇ ખરાબ વસ્તુ નથી. જો કોઈ વ્યક્તિ પાસે સાઇકલ હોય તો તે સ્કૂટરની આકાંક્ષા ધરાવતો હોય છે. જો કોઈ વ્યક્તિ પાસે સ્કૂટર હોય તો તે કારની અપેક્ષા રાખે છે. આ આકાંક્ષાઓ કુદરતી છે. ભારત સતત અપેક્ષિત રહ્યું છે.

જે ક્ષણે સંતોષનો ભાવ પેદા થાય છે ત્યાર પછી જીવન આગળ વધતું નથી. દરેક વય, દરેક યુગ કાંઇકને કાંઇક નવું પામવાની ગતિ આપે છે.

જુસ્સો હોવો જરૂરી છે. મને આનંદ છે કે આજે સવા સો કરોડ લોકોના મનમાં એક ઉમંગ, આશા અને સંકલ્પનો ભાવ છે અને લોકો મારી પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે.

 

હું ઇતિહાસના પાનાઓ પર નોંધાવવાના હેતુસાથેનથી આવ્યો. હું વિનંતી કરું છું કે તમે બધા દેશને યાદ રાખો નહીં કે મોદીને. હું પણ તમારા જેવો જ છું. ભારતનો એક સામાન્ય નાગરિક.

હા, લોકોને અમારી પાસેથી વધુ અપેક્ષાઓ છે કેમ કે તેમને ખબર છે કે અમે એ અપેક્ષાઓને અમે પૂરી કરી શકીશું. લોકો જાણે છે કે જ્યારે લોકો કાંઇક કહીએ છીએ ત્યારે સરકાર તેમનું સાંભળે છે અને તેમ કરે છે.

લોકોને મારી પાસેથી અપેક્ષા એટલા માટે છે કેમ કે તેમને ભરોસો છે કે અમે તેમ કરી દેખાડીશું.

રાહ જોવી મારા માટે ઊર્જા છે અને જ્યારે તમે સર્વજન હિતાય, સર્વજન સુખાયનો સંકલ્પ લઈને ચાલો છો તો નિરાશાની વાત આવતી જ નથી.

ત્યારે અને હવેમાં જમીન-આસમાનનો તફાવત છે કેમ કે, જ્યારે નીતિ સ્પષ્ટ હોય, દાનત સાફ હોય અને હેતુ પ્રામાણિક હોય તો એ જ વ્યવસ્થા સાથે તમે ઇચ્છિત પરિણામ લાવી શકો છો.

સ્વતંત્રતાની લડત દરમિયાન મહાત્મા ગાંધીએ કંઇક અલગ કર્યું હતું. તેમણે સ્વતંત્રતાની લડતને સામૂહિક ચળવળમાં પરિવર્તિત કરી હતી. તેમણે કહ્યું હતું કે દરેક વ્યક્તિ જે કાંઈ કરે છે તે દેશની સ્વતંત્રતામાં યોગદાન ગણાશે.

આજે સમયની માંગ છે કે વિકાસને લોકો જન આંદોલન બનાવે.

લોકશાહીમાં સામેલ થાઓ તો જ સારૂ સંચાલન શક્ય બનશે.

લોકશાહી એ કોઈ કરાર કેસંધી નથી તે ભાગીદારીનું કાર્ય છે. જનતા જનાર્દનની તાકાત ઘણી મોટી હોય છે અને તેના પર ભરોસો રાખવો પડશે, તેના પરિણામો જોવા મળશે.

ભારતના ઇતિહાસ પર નજર કરો. ભારતે ક્યારેય અન્ય કોઈના પ્રાંતની ઇચ્છા સેવી નથી. પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધમાં આપણો કોઈ સ્વાર્થ ન હતો પણ આપણા સૈનિકોએ તેમાં ભાગ લીધો. આ એક મોટું બલિદાન હતું. સંયુક્ત રાષ્ટ્રના શાંતિ દળમાં આપણી ભૂમિકા જુઓ.

અમે શાંતિમાં માનીએ છીએ પરંતુ અમે એ લોકોને પણ સહન નહીં કરીએ જેઓ આતંકવાદ ફેલાવે છે. અમે તેમને કડક જવાબ આપીશું અને તેઓ સમજે છે તે ભાષામાં તેમને જવાબ આપીશું. આતંકવાદ ક્યારેય સ્વીકાર્ય નથી.

જે લોકો આતંકવાદ ઇચ્છે છે તેમને હું કહેવા માગું છું કે ભારત બદલાઈ ગયું છું અને તેમના આ કૃત્યો સહન નહીં કરે.

ગરીબી સમજવા માટે મારે પુસ્તકો વાંચવાની જરૂર નથી. હું ગરીબીમાં જીવ્યો છું. હું જાણું છું કે ગરીબ હોવું કે સમાજના પછાત વર્ગમાંથી આવવું તે શું છે. હું ગરીબો, વંચિતો અને સીમાંત લોકો માટે કાર્ય કરવા માગું છું.

18,000 ગામડાઓમાં વિજળી ન હતી. ઘણી બધી મહિલાઓ માટે શૌચાલય ન હતા. દેશની આ વાસ્તવિકતાને કારણે મને ઉંઘ આવતી નહોતી. ભારતના ગરીબોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે હું પ્રતિબદ્ધ છું.

હું દેશનો એક સામાન્ય નાગરિક છું. અને, સામાન્ય લોકોમાં હોય છે તેમ મારી પણ કેટલીક નબળાઈઓ છે.

મારી મૂડી છે કઠોર પરિશ્રમ, પ્રામાણિકતા અને સવા સો કરોડ લોકોનો પ્રેમ.

મેં દેશવાસીઓને વિશ્વાસ અપાવ્યો હતો કે હું ભૂલ કરી શકું છું પરંતુ ખોટા ઇરાદાથી કોઈ કામ નહીં કરું.

આપણી પાસે લાખો સમસ્યા છે પરંતુ તેનાસમાધાન માટે કરોડો લોકો પણ છે.

દેશમાં વેલનેસ સેન્ટર હોય કે પ્રિવેન્ટિવ હેલ્થકેર હોય અમે તમામ ભારતીયોના સ્વાસ્થ્યમાટે કામ કરી રહ્યા છે.

લંડનમાં હું એક વસ્તુ કરવા માગતો હતો અને તે હતી ભગવાન બસવેશ્વરને અંજલિ આપવી.

ભગવાન બસવેશ્વરે લોકશાહી માટે પોતાનું સમગ્ર જીવન હોમી દીધું અને સમાજને જોડવાનું અભૂતપૂર્વ કામ કર્યું છે.

લોકશાહી, સામાજિક ચેતના અને નારી સશક્તિકરણ માટે ભગવાન બસવેશ્વરે કરેલા પ્રયાસોસૌને માટે પ્રેરણાસ્રોત છે.

અમે એક એવી પ્રણાલી બનાવી રહ્યા છીએ જેમાં તમામ માટે અવસર હોય.

આજે અમે ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહ્યા છીએ પછી તે 2022 સુધીમાં કૃષિ મારફતે થનારી આવકને બમણી કરવાનું લક્ષ્ય હોય, યુરિયા સરળતાથી મળી રહે તેની વાત હોય કે યુરિયાનું નીમ-કોટિંગ હોય. અમે એક ચોક્કસ લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યા છીએ.

ગમે તે પેરામીટર હોય, દેશ માટે સારૂ કરવામાં અમે કોઈ ખામી રાખી નથી.

ભારતના 125 કરોડ લોકો મારો પરિવાર છે.

આજે આપણે આર્ટિફિશિયર ઇન્ટેલિજન્સના યુગમાં જીવી રહ્યા છીએ અને આપણે ટેકનોલોજીથી અલગ રહી શકીએ નહીં.

ભારતના પ્રધાનમંત્રીને ઇઝરાયલ જતાં કોણ રોકી રહ્યું હતું. હા, હું ઇઝરાયેલ ગયો અને હું પેલેસ્ટાઇન પણ ગયો. હું સાઉદી અરેબિયા સાથ પણ સહકાર સાધીશ અને ભારતને ઊર્જાની જરૂર પડશે તો હું ઇરાન પણ જઇશ.

ભારત નજર ઝુકાવીને કે નજર ઉઠાવીને પણ નહીં પરંતુ નજર મિલાવીને વાત કરવામાં વિશ્વાસ ધરાવે છે.

યોગ્ય ટીકા વિના લોકશાહી સફળ થઈ શકતી નથી.

હું ઇચ્છીશ કે આ સરકારની ટીકા થાય. ટીકા, આલોચનાથી જ લોકશાહી મજબૂત બને છે.

મારી સમસ્યા ટીકા, આલોચનાનો વિરોધ કરવાની નથી. ટીકા કરવા માટે જે તે વ્યક્તિએ સંશોધન કરવું પડે છે અને યોગ્ય હકીકતો જાણવી પડે છે. અત્યારે આમ બનતું નથી. તેને બદલે જે કાંઈ બને છે તે આક્ષેપો છે.

ઇતિહાસમાં નામ અંકિત કરવું મારું લક્ષ્ય નથી. હું પણ એવો જ છું જેવા મારા સવા સો કરોડ દેશવાસીઓ છે.

હું ઇતિહાસમાં નામ અંકિત કરાવવાના હેતુસાથ જન્મ્યો ન હતો. હું વિનંતી કરું છું કે બધા આપણા દેશને યાદ કરે નહીં કે મોદીને. હું પણ તમારા જેવો જ છું, ભારત દેશનો એક સામાન્ય નાગરિક.

 

RP



(Release ID: 1530005) Visitor Counter : 105