નાણા મંત્રાલય
20 એપ્રિલ 2018થી વધુ છ રાજ્યોમાં રાજ્યોની અંદર માલસામાનની હેરફેર માટે ઈ-વે બિલ પ્રણાલીનો અમલ શરૂ થશે
Posted On:
18 APR 2018 3:43PM by PIB Ahmedabad
જીએસટી કાઉન્સિલના નિર્ણય પ્રમાણે માલ-સામાનની તમામ આંતર રાજ્ય (Inter-State) હેરફેર માટે ઈ-વે બિલ પ્રણાલી 01 એપ્રિલ, 2018થી જાહેર કરી દેવામાં આવી હતી. 15 એપ્રિલ, 2018થી આંધ્ર પ્રદેશ, ગુજરાત, કેરળ, તેલંગાણા, ઉત્તર પ્રદેશમાં પણ રાજ્યની અંદર (Intra-State) માલસામાનની હેરફેર માટેની ઈ-વે બિલ પ્રણાલીને શરૂ કરી દેવામાં આવી છે. ઈ-વે બિલ સફળતાપૂર્વક તૈયાર થઇ રહ્યા છે અને 17 એપ્રિલ 2018 સુધીમાં 1 કરોડ ૩૩ લાખ કરતા વધુ ઈ-વે બિલ તૈયાર થયા છે, જેમાં 6 લાખથી વધુ ઈ-વે બિલ રાજ્યની અંદર માલસામાનની હેરફેર માટેના છે.
અત્રે નોંધનીય છે કે નીચે જણાવેલ રાજ્યોમાં રાજ્યની અંદર માલસામાનની હેરફેર માટે ઈ-વે બિલ પ્રણાલી 20 એપ્રિલ, 2018થી અમલમાં મૂકવામાં આવશે.
- બિહાર
- ઝારખંડ
- હરિયાણા
- હિમાચલ પ્રદેશ
- ત્રિપુરા
- ઉત્તરાખંડ
આ રાજ્યોમાં ઈ-વે બિલ પદ્ધતિની શરૂઆત સાથે જ એવી આશા સેવાઇ રહી છે કે, જ્યાં સુધી સામાનનાં પરિવહનને લગતી વાત છે ત્યાં સુધી વ્યાપાર અને ઉદ્યોગને અનુકુળતા મળી રહેશે અને તેનાથી રાષ્ટ્રવ્યાપી એક જ ઈ-વે બિલ પ્રણાલીનો માર્ગ મોકળો બનશે. આ રાજ્યોમાં આવેલા વ્યાપાર અને ઉદ્યોગ તથા સામાન લઇ જનારા વાહનચાલકોએ https://www.ewaybillgst.gov.in નામના ઈ-વે બિલ પોર્ટલ પર જઈને અંતિમ તારીખની રાહ જોયા વિના તાત્કાલિક તેમની નોંધણી/સભ્યપદનું નામાંકન કરાવવાની સલાહ આપવામાં આવે છે.
J.Khunt
(Release ID: 1529565)