મંત્રીમંડળ

કેબિનેટે ભારત અને આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન વચ્ચે થયેલીમુખ્યાલય (યજમાન દેશ) સંધિને મંજુરી આપી

Posted On: 11 APR 2018 2:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન વચ્ચે થયેલી મુખ્યાલય (યજમાન દેશ) સંધિને આગળ વધારવાની કાર્યોત્તર મંજુરી આપી દીધી છે અને વિદેશ મંત્રાલયને મુખ્યાલય સંધિ પર હસ્તાક્ષર કરવા માટેની અધિકૃતતા આપી દીધી છે. આ સંધિ પર 26 માર્ચ 2018ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

 

મુખ્યાલય સંધિ ભારત અને આઈએસએ વચ્ચેની વિધેયાત્મક વ્યવસ્થાને સંસ્થાગત સ્વરૂપ આપશે. તે આઈએસએના આંતર સરકારી સંસ્થા તરીકેના સરળ હસ્તાંતરણમાં મદદરૂપ બનશે. આઇએસએનું નિર્માણ ભારત સહિતના આઈએસએ સભ્ય રાષ્ટ્રોમાં સૌર ટેકનોલોજીના વિકાસ અને ગોઠવણીને વધુ સારી બનાવવામાં સહાયભૂત બનશે.

 

J.Khunt/GP/RP



(Release ID: 1528621) Visitor Counter : 164