ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે આવતી કાલે આયોજિત ભારત બંધ માટે દરેક રાજ્યોને સાવચેતીના પગલા લેવા માટે પરામર્શ જાહેર કર્યું

Posted On: 09 APR 2018 3:20PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 09-04-2018

 

ગૃહ મંત્રાલયે કેટલાક સમૂહો દ્વારા સોશયલ  મીડિયા પર આવતીકાલે (10 એપ્રિલ, 2018) ભારત બંધના એલાનને ધ્યાનમાં રાખી આ પરામર્શ જાહેર કરી દરેક રાજ્યોને સાવચેતીના પગલા લેવા જણાવ્યું છે.

ગૃહ મંત્રાલયે રાજ્યોને સલાહ આપી છે કે સુરક્ષાની મજબૂત વ્યવસ્થા કરે અને કોઈપણ અનિચ્છનીય બનાવો થતા રોકવા માટે હુકમ જાહેર કરવા સહિત ઉચ્ચ વ્યવસ્થા કરે. ઉપરાંત દરેક સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારવા જણાવાયુ છે, જેથી જાનમાલના નુકસાનને ટાળી શકાય.

પરામર્શમાં એ વાત પર ભાર અપાયો છે કે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલિસ અધિકારીઓની જવાબદારી રહેશે કે તેઓ પોતાના અધિકાર ક્ષેત્રના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવે.

 

J.Khunt/GP                                                


(Release ID: 1528357) Visitor Counter : 206
Read this release in: English , Marathi , Hindi , Tamil