મંત્રીમંડળ

મંત્રીમંડળે નુકસાનમાં ચાલી રહેલી કેન્દ્ર સરકારનાં સાહસ બર્ન સ્ટાન્ડર્ડ કંપની લિમિટેડને બંધ કરવાની મંજૂરી આપી

આ નિર્ણય 10 વર્ષોથી વધારે સમયથી કંપનીનાં સતત ઘટતાં ભૌતિક અને નાણાકીય પ્રદર્શન તથા ભવિષ્યનાં પુનરોત્થાનની ઓછી સંભાવનાનાં કારણે લેવામાં આવ્યો છે. અત્યારે નુકસાનમાં ચાલતી બીએસસીએલ માટે ઉપયોગમાં આવતાં સરકારી નાણાંની બચત થશે અને તેનો ઉપયોગ અન્ય વિકાસ કાર્યો માટે થઈ શકશે

Posted On: 04 APR 2018 7:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે રેલવે મંત્રાલય અંતર્ગત જાહેર સાહસ બર્ન સ્ટાન્ડર્ડ કંપની લિમિટેડ (બીએસસીએલ)ને બંધ કરવાની મંજૂરી આપી હતી. આ નિર્ણય 10 વર્ષથી વધારે સમયમાં કંપનીનાં સતત નબળાં ભૌતિક અને નાણાકીય પ્રદર્શન તથા ભવિષ્યમાં પુનરોત્થાનની ઓછી સંભાવનાને કારણે લેવામાં આવ્યો છે. તેનાથી નુકસાનમાં ચાલી રહેલી બીએસસીએલ માટે ઉપયોગમાં લેવાતાં સરકાર નાણાંની બચત થશે અને તેનો ઉપયોગ અન્ય વિકાસ કાર્ય માટે કરી શકાશે.

સરકાર વહેંચણી પેકેજ અને કંપનીનાં વર્તમાન ઋણને અદા કરવા માટે રૂ. 417.10 કરોડની સહાય એક વખત કરશે. આ ઉપરાંત ભારત સરકાર (રેલવે મંત્રાલય) દ્વારા કંપનીને આપેલું રૂ. 35 કરોડનું બાકી ઋણ અદા કરશે. બીએસસીએલનાં 508 કર્મચારીઓ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (વીઆરએસ)નો લાભ મેળવશે.

પૃષ્ઠભૂમિઃ

બર્ન સ્ટાન્ડર્ડ કંપની લિમિટેડની સ્થાપના વર્ષ 1976માં થઈ હતી. વર્ષ 1987માં રાષ્ટ્રીયકરણ અને બર્ન એન્ડ કંપની તથા ઇન્ડિયા સ્ટાન્ડર્ડ વેગન કંપની લિમિટેડનો ભારે ઉદ્યોગ અંતર્ગત એકીકરણ કર્યા પછી વર્ષ 1994માં કંપનીની વિગતો ઔદ્યોગિક અને નાણાકીય પુનર્નિર્માણ બોર્ડ (બીઆઈએફઆર)ને મોકલવામાં આવી હતી અને તેને વર્ષ 1995માં બિમાર જાહેર કરવામાં આવી હતી. ત્યારથી કંપની બિમાર સ્થિતિમાં છે. મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિની સ્વીકૃતિ અનુસાર 15-09-2010ને કંપનીનાં વહીવટી નિયંત્રણ ડીએચઆઈ સાથે રેલવે મંત્રાલયને સુપરત કરવામાં આવી હતી. કંપની વેગનોનું નિર્માણ અને મેઇન્ટેનન્સ તથા પોલાદનાં ઉત્પાદનનું કાર્ય કરે છે.

 

RP



(Release ID: 1527784) Visitor Counter : 97


Read this release in: English , Marathi , Tamil