માનવ સંસાધન વિકાસ મંત્રાલય

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પેપર લીકની બાબતના નિવારણ માટે દસમાં અને બારમાં ધોરણની પરીક્ષા પ્રણાલી પર દેખરેખ માટે ઉચ્ચ અધિકારીઓની એક સમિતિની રચના કરી

Posted On: 04 APR 2018 1:19PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 04-04-2018

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પેપર લીકની બાબતના નિવારણ કરવાના ઉદ્દેશથી સીબીએસઈ દ્વારા દસમા અને બારમા ધોરણની પરીક્ષા કરાવવાની સમગ્ર પ્રણાલી પર દેખરેખ માટે ઉચ્ચ અધિકારીઓની એક સમિતિની રચના કરી છે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ સચિવ વિનય શિલ ઓબેરોય, આ સાત સભ્યોની ઉચ્ચ અધિકારી સમિતિના પ્રમુખ હશે.

સમિતિએ વિચારવા યોગ્ય વિષયો નીચે મુજબ છે :

(ક) આ પ્રણાલીમાં આંતરિક સુરક્ષા તપાસ સાથે સંબંધિત સમગ્ર પાસાઓ પર નવેસરથી વિચાર કરવો, જેથી કોઈપણ પ્રકારના ખોટા પ્રશ્નપત્રો પરીક્ષાર્થીઓ સુધી પહોંચી ન શકે તે સુનિશ્ચિત કરવું.

(ખ) પ્રિન્ટિંગ પ્રેસથી પરીક્ષાર્થીઓ સુધી પ્રશ્નપત્રો પહોંચાડવાની વર્તમાન પ્રણાલીમાં આંતરિક સંભવિત ખામીઓના સમગ્ર પાસાઓ પર નવેસરથી વિચાર કરી તેનું આકલન કરવું.

(ગ) એવા ઉપાયો સૂચવવા કે જેથી ટેકનોલોજીનો ઉપયોગ કરીને માનવીય હસ્તક્ષેપ ઓછો કરી આ પ્રણાલીને વધુ સુરક્ષિત બનાવી શકાય.

સમિતિના અન્ય સભ્યોમાં નીચે મુજબના વ્યક્તિઓનો સમાવેશ છે :

  1. શ્રી પવનેશ કુમાર, પરીક્ષા નિયંત્રક, સીબીએસઈ અને પૂર્વ સચિવ, ઉત્તરપ્રદેશ પરીક્ષા બોર્ડ.
  2. પ્રો. જે. એસ. રાજપૂત, યુનેસ્કોના કાર્યકારી બોર્ડમાં ભારતના પ્રતિનિધિ, NCERTના પૂર્વ નિદેશક તથા NCTEના પૂર્વ અધ્યક્ષ.
  3. પ્રો. વસુધા કામત, સ્વતંત્ર નિદેશક, ઇરકૉન (IRCON) તેમજ પૂર્વ કુલપતિ, SNDT મહિલા વિશ્વવિદ્યાલય
  4. પ્રો. કૃષ્ણ મોહન ત્રિપાઠી, પૂર્વ શિક્ષણ નિદેશક, ઉત્તરપ્રદેશ અને હાઈસ્કૂલ તેમજ ઈન્ટરમીડિએટ શિક્ષણ બોર્ડ, ઉત્તરપ્રદેશના અધ્યક્ષ
  5. NICના ડીજીના વરિષ્ઠ પ્રતિનિધિ
  6. સંયુક્ત સચિવ (માધ્યમિક શિક્ષણ-2)

ઉપરોક્ત ઉચ્ચ અધિકારીઓની સમિતિ 31 મે, 2018 અથવા તે પહેલા પોતાનો અહેવાલ રજૂ કરશે.

 

NP/J.Khunt/GP                                        



(Release ID: 1527638) Visitor Counter : 335