મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને જોર્ડન વચ્ચે શ્રમ શક્તિનાં ક્ષેત્રમાં સહયોગ સ્થાપિત કરવા માટેની સમજૂતીને મંજૂરી આપી

Posted On: 28 FEB 2018 6:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને જોર્ડન વચ્ચે શ્રમ શક્તિનાં ક્ષેત્રમાં સહયોગ સ્થાપિત કરવા વિશે સમજૂતીકરાર (એમઓયુ)ની દરખાસ્તને મંજૂરી આપી હતી.

આ સમજૂતીનો ઉદ્દેશ બંને પક્ષો વચ્ચે કરાર આધારીત રોજગારીનાં વહીવટમાં સર્વોત્તમ પ્રયાસોને પ્રોત્સાહન આપવા, ભરતી પ્રક્રિયામાં નવીન સુધારાને પ્રતિબંધિત કરવા અને જોર્ડનમાં ભારતીય મજૂરોનાં સંરક્ષણ અને કલ્યાણને પ્રોત્સાહન આપવાનો છે. ભારતીય શ્રમ શક્તિની ભરતી માટે ઓનલાઇન પોર્ટલનાં ઉપયોગમાં બંને પક્ષો વચ્ચે સહયોગ સ્થાપિત કરીને વધારે પારદર્શકતા લાવી શકાશે અને ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારને અટકાવવામાં મદદ મળશે.

આ એમઓયુ પાંચ વર્ષ માટે માન્ય રહેશે, જેમાં સંયુક્ત ટેકનિકલ સમિતિનાં માધ્યમથી ઓટોમેટિક નવીનીકરણ અને એક નિરીક્ષણ તંત્રની જોગવાઈ સામેલ કરવામાં આવી છે.


(Release ID: 1522245) Visitor Counter : 114


Read this release in: English , Urdu , Assamese , Tamil