મંત્રીમંડળ

મંત્રીમંડળે રોક ફૉસ્ફેટ અને એમઓપીનાં ખનન તેમજ લાભાદાયી ફૉસ્ફોરિક એસિડ/ડીએપી/એનપીકે રાસાયણિક ખાતર માટે જૉર્ડનમાં એક ઉત્પાદન એકમ શરૂ કરવા માટે ભારત અને જૉર્ડન વચ્ચેની સમજૂતીને મંજુરી આપી

Posted On: 28 FEB 2018 6:20PM by PIB Ahmedabad

ભારત અને જૉર્ડન વચ્ચે ખનન ક્ષેત્રે તથા રોક ફૉસ્ફેટ અને એમઓપી માટે ઉત્પાદ એકમ સ્થાપવા તથા ફૉસ્ફોરિક એસિડ, ડીએપી, એનપીકે રાસાયણિક ખાતર માટે જૉર્ડનમાં ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવા માટેનાં સમજૂતીપત્ર પર હસ્તાક્ષર થયા હતા, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનીઅધ્યક્ષતામાં યોજાયેલીમંત્રીમંડળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. જૉર્ડનમાં થનારા ઉત્પાદન પૈકી ૧૦૦ ટકા ઉત્પાદન ભારતમાં લાવવા માટે લાંબા ગાળાના કરાર થયા છે.

જૉર્ડન સાથે થયેલા આ કરારને કારણે ભારતમાં કાચામાલ, મધ્યવર્તી ઉત્પાદનો અનેપીએન્ડકે રાસાયણિક ખાતરનો પુરવઠો સતત મળતો રહેશે અને પરિણામે ભારતમાં આ તમામ ઉત્પાદનોનાં વાજબી ભાવ જળવાઇ રહેશે.



(Release ID: 1522241) Visitor Counter : 69