મંત્રીમંડળ

મંત્રીમંડળે હરિયાણાનાં ગુરૂગ્રામમાં ભારતીય રક્ષા યુનિવર્સીટી નજીક બસ અડ્ડાની સ્થાપના કરવાની મંજુરી આપી

Posted On: 20 FEB 2018 1:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ગુરૂગ્રામ, હરિયાણામાં ભારતીય રક્ષા યુનિવર્સીટી નજીક એક બસ અડ્ડાની સ્થાપના કરવા માટે એનએચએઆઈ સાથે ઓવરલેપ થતી 03 મારલા જમીનને બિનસુચિત કરવાની મંજુરી આપી હતી. મંત્રીમંડળે હરિયાણા સરકાર દ્વારા 03 મારલા જમીનની બિનસુચિત કરવા અંગે સંરક્ષણ મંત્રાલયને રૂપિયા 1,82,719નું રીફંડ કે જે 2011માં જમીન હસ્તગત કરવાના સમયે હરિયાણા સરકારને ચુકવવામાં આવ્યું હતું તેને પણ આપવાની મંજુરી આપી દીધી હતી.

પૃષ્ઠભૂમિ:

હરિયાણાના ગુરૂગ્રામ જીલ્લામાં બીનોલા અને બિલાસપુર ખાતે ભારતીય રક્ષા યુનિવર્સીટીની સ્થાપનાં થઇ રહી છે. આ યુનિવર્સીટી જયપુર તરફનાં રસ્તે દિલ્હી – જયપુર ધોરીમાર્ગ પર રાષ્ટ્રીય સુરક્ષા દળના મુખ્યાલયથી અંદાજે 11 કિલોમીટરનાં અંતરે સ્થાપિત થશે.

આ યુનિવર્સિટી રાષ્ટ્રીય સુરક્ષાનો અભ્યાસ, રક્ષા વ્યવસ્થાપન અને સંરક્ષણ ટેકનોલોજીમાં ઉચ્ચ અભ્યાસનો પ્રચાર કરશે તેમજ રાષ્ટ્રીય સુરક્ષાનાં આંતરિક અને બાહ્ય એમ બંને પાસાઓ પર નીતિઓ આધારિત સંશોધનને પ્રોત્સાહન આપશે. તે માત્ર ત્રણ સુરક્ષા દળો સાથે જ નહીં પરંતુ વિદેશનાં મિત્ર રાષ્ટ્રોનાં પેરા મીલીટરી ફોર્સીસ, ઈન્ટેલીજન્સ સર્વિસ, ડીપ્લોમેટ, શિક્ષણવિદો, વ્યુહાત્મક આયોજનકર્તાઓ, યુનિવર્સીટીનાં વિદ્યાર્થીઓ અને અધિકારીઓ સાથે પણ સમન્વય અને ચર્ચા વિચારણાને પ્રોત્સાહન આપશે.

03 મારલા જમીન એનએચએઆઈ સાથે ઓવરલેપ થતી હતી, જેની માલિકી સંરક્ષણ મંત્રાલય અને એનએચએઆઈ બન્નેની સંયુક્ત હતી. વ્યાપક દ્રષ્ટીએ જોતા જન હિતમાં ભારતીય રક્ષા યુનિવર્સીટીએ દિલ્હી જયપુર ધોરીમાર્ગ પર ભારે ટ્રાફિકને હળવો કરવા માટે એનએચ-8ની સમાંતરે બસ અડ્ડાની સ્થાપના કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. 03 મારલાની જમીન મુસાફરોની અવર-જવર, અનુકુળતા અને સુરક્ષા માટે બસ અડ્ડાની સ્થાપના કરવા માટે એનએચએઆઈ દ્વારા હસ્તગત કરવામાં આવી છે, જેનાથી ગુરૂગ્રામ-દિલ્હીનાં જોડાણમાં મહત્વનો સુધારો થશે. ભારતીય રક્ષા યુનિવર્સિટીનાં મુલાકાતીઓની અંતિમ સંખ્યા અંદાજીત 12000થી 15000 ગણવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ, શૈક્ષણિક/બિનશૈક્ષણિક કર્મચારીઓ અને તેમનાં કુટુંબનાં સભ્યો તેમજ સ્થાનિક નિવાસીઓનો સમાવેશ થાય છે.


(Release ID: 1521081) Visitor Counter : 112
Read this release in: Telugu , English , Tamil