મંત્રીમંડળ

મંત્રીમંડળે રેલવે ક્ષેત્રમાં ભારત-મોરોક્કો સહકાર સમજૂતીને મંજૂરી આપી

Posted On: 20 FEB 2018 1:20PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 20-02-2018

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રિય મંત્રીમંડળમાં ભારત અને મોરોક્કન નેશનલ રેલવે ઓફિસ (ઓએનસીએફ) વચ્ચે લાંબા ગાળાનાં સહકારનાં સંબંધો વિકસાવવા અને રેલવે ક્ષેત્રની વિવિધ બાબતોમાં ભાગીદારી કરવા કાર્યોત્તર મંજૂરી આપી છે, જેની સહકાર સમજૂતી 14 ડિસેમ્બર, 2017નાં રોજ થઈ હતી.

સહકાર સમજૂતી નીચેનાં ક્ષેત્રોમાં તકનિકી સહકાર માટે સક્ષમ બનાવશે:-

a. કર્મચારીઓની તાલીમ અને વિકાસ;

b. મશન નિષ્ણાંત, અનુભવ અને અધિકારીનું આદાનપ્રદાન અને;

c. નિષ્ણાતોનાં આદાન-પ્રદાન સાથે પરસ્પર તકનિકી સહાય.

પૃષ્ઠભૂમિ:

રેલવે મંત્રાલયે વિવિધ વિદેશી સરકારો અને રાષ્ટ્રીય રેલવે સાથે રેલ ક્ષેત્રમાં ટેકનિકલ સહકાર માટે સમજુતીઓ પર હસ્તાક્ષર કર્યા છે. સહકાર માટે પસંદ કરાયેલા ક્ષેત્રોમાં હાઈ-સ્પીડ કોરિડોર, વર્તમાન રૂટની ઝડપ વધારવી, વૈશ્વિક કક્ષાનાં સ્ટેશનોનો વિકાસ, હેવી હોલ ઓપરેશન અને રેલવે માળખાનું આધુનિકરણ વગેરે સામેલ છે. આ સહકાર પારસ્પરિક હિતનાં ક્ષેત્રોમાં રેલવે ટેકનોલોજી અને કામગીરી, માહિતીની વહેંચણી, ટેકનિકલ મુલાકાતો, તાલીમ અને સેમિનાર તથા કાર્યશાળા મારફતે સ્થાપિત કરવામાં આવ્યો છે.

આ સમજુતીઓ રેલવે ક્ષેત્રમાં તાજેતરનાં વિકાસ અને માહિતીનું આદાન-પ્રદાન કરવા અને તેને વહેંચવા ભારતીય રેલવે માટે મંચ પુરૂ પાડશે તેમજ ટેકનિકલ કુશળતા, અહેવાલ અને તકનિકી દસ્તાવેજો, ચોક્કસ ટેકનોલોજી ક્ષેત્રો પર તાલીમ અને સેમિનાર/કાર્યશાળા તથા જાણકારીની વહેંચણી માટે અન્ય આદાન-પ્રદાનની સુવિધા આપે છે.

 

 

J.Khunt/GP                                                                                                    



(Release ID: 1521067) Visitor Counter : 110


Read this release in: English , Assamese , Tamil , Telugu