પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી આવતીકાલે લક્ષદ્વીપ, તમિલનાડુ અને કેરળનાં ‘ઓખી’ ચક્રવાતથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે

Posted On: 18 DEC 2017 3:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે લક્ષદ્વીપ, તમિલનાડુ અને કેરળની મુલાકાત લેશે. તેઓ ચક્રવાત ‘ઓખી’ પછી ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરશે તથા કવારટ્ટી, કન્યાકુમારી અને થિરુવનંતપુરમમાં રાહત કામગીરીની સ્થિતિની જાણકારી મેળવશે. પ્રધાનમંત્રી અધિકારીઓ અને જનતાનાં પ્રતિનિધિઓને મળશે. તેઓ ચક્રવાતનાં પીડિતોને પણ મળશે, જેમાં માછીમારો અને ખેડૂતનાં પ્રતિનિધિમંડળો સામેલ હશે.

 

નવેમ્બર અંતમાં અને ડિસેમ્બર 2017 ની શરૂઆતમાં ‘ઓખી’ ચક્રવાતની અસરમાં કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપને ગંભીર અસર થઇ હતી.

 

ચક્રવાતને કરને ઊભી થયેલી પરિસ્થિતિ પર પ્રધાનમંત્રીએ સતત નિરીક્ષણ કર્યું હતું. તેમણે તમામ સંબંધિત સત્તાધિકારીઓ અને અધિકારીઓ સાથે વાત કરી હતી.

 

સંરક્ષણ મંત્રી શ્રીમતી નિર્મલા સિતારામને તમિલનાડુનાં કન્યાકુમારી જિલ્લા અને થિરુવનંતપુર એમ બંને અસરગ્રસ્ત જિલ્લાઓનાં ચક્રવાત પ્રભાવિત વિસ્તારોની મુલાકાત 3 અને 4 ડિસેમ્બરનાં રોજ લીધી હતી. મંત્રીમંડળીય સચિવ શ્રી પી કે સિંહાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી)ની બેઠક 04 ડિસેમ્બરનાં રોજ મળી હતી તથા ચક્રવાત દ્વારા પ્રભાવિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.

 

તટરક્ષક દળ, વાયુ દળ, નૌકા દળ, એનડીઆરએફ સહિત કેન્દ્ર અને અસરગ્રસ્ત રાજ્ય સરકારોની સંબંધિત સંસ્થાઓ રાહત અને બચાવ કામગીરીમાં જોતરાઈ ગઈ હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કેમ્પો સ્થાપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે ‘ઓખી’ ચક્રવાત સહિત કુદરતી આફતનો સામનો કરવા રાજ્ય સરકારનાં પ્રયાસોમાં પૂરક બનવા ચાલુ નાણાકીય વર્ષ 2017-18માં કેરળ અને તમિલનાડુની સરકારને સ્ટેટ ડિઝાસ્ટર રીલિફ ફંડ (એસડીઆરએફ)નો બીજો હપ્તો આપ્યો હતો. નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન કેરળ અને તમિલનાડુની રાજ્ય સરકારને એસડીઆરએફની કેન્દ્રિય હિસ્સાની રકમ અનુક્રમે રૂ. 153 કરોડ અને રૂ. 561 કરોડ હતી.

 

5 મી ડિસેમ્બર પછી ચક્રવાત ઓખીનો પ્રભાવ ઘટતા, પ્રધાનમંત્રીએ ટ્વિટર પર કેન્દ્રની  એજન્સીઓ, વિવિધ રાજ્ય સરકારો, સ્થાનિક વહીવટીતંત્ર અને સાવચેત નાગરિકોની નોંધપાત્ર સજ્જતા દર્શાવવા અને પ્રતિકૂળ સમય દરમિયાન લોકોની મદદ કરવા માટે સરાહના કરી હતી.

 

અગાઉ, સમયાંતરે તેમના ટ્વીટ્સ દ્વારા, તેમણે અસરગ્રસ્ત લોકોને પૂરી પાડવામાં આવેલ તમામ શક્ય સહાય વિશે લોકોને માહિતગાર કર્યા હતા. તેમણે લોકોને ચક્રવાત રાહત કામગીરીમાં સાથી નાગરિકોને મદદ કરવા માટે પ્રેરિત પણ કર્યા હતા.

 

J.Khunt

 


(Release ID: 1513091) Visitor Counter : 157


Read this release in: Telugu , Kannada , English