મંત્રીમંડળ

મંત્રીમંડળે 15માં નાણાં પંચની રચના કરવાની મંજૂરી આપી

Posted On: 22 NOV 2017 4:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે 15માં નાણાં પંચની રચના કરવાની મંજૂરી આપી છે. બંધારણની કલમ 280(1) હેઠળ, નાણાં પંચની રચના કરવી બંધારણીય રીતે ફરજિયાત છે. 15માં નાણાં પંચની વિચારણા માટેનાં વિષયો હવે જાહેર કરવામાં આવશે.

પૃષ્ઠભૂમિ:

બંધારણની કલમ 280(1) સૂચવે છે કે નાણાં પંચની રચના "......આ બંધારણની શરૂઆતથી બે વર્ષની અંદર અને ત્યારબાદ દર પાંચ વર્ષનાં અંતે અથવા રાષ્ટ્રપતિને જરૂરી લાગે ત્યારે વહેલામાં વહેલી તકે થવી જોઈએ...." આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સામાન્ય રીતે અગાઉનાં નાણાં પંચની રચનાની તારીખથી પાંચ વર્ષની અંદર નવા નાણાં પંચની રચના થઈ જાય છે.

અગાઉ ચૌદમાં (14) નાણાં પંચની રચના થઈ હતી. 14માં નાણાં પંચની રચના 02.01.2013નાં રોજ થઈ હતી, જેનો ઉદ્દેશ 1 એપ્રિલ, 2015થી શરૂ થયેલા પાંચ વર્ષનાં ગાળા માટે ભલામણો કરવાનો હતો. પંચે 15 ડિસેમ્બર, 2014નાં રોજ તેનો અહેવાલ સુપરત કર્યો હતો. 14મા નાણાં પંચની ભલામણો નાણાકીય વર્ષ 2019-20 સુધી માન્ય છે. બંધારણીય જોગવાઈ મુજબ, 15માં નાણાં પંચની રચનાની મંજૂરી મળી છે, જેની ભલામણો 1 એપ્રિલ, 2020થી શરૂ થનાર પાંચ વર્ષનાં ગાળા માટે હશે.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1510496) Visitor Counter : 103


Read this release in: Tamil , Kannada , English