પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં પુનઃપસંદ થયેલા ન્યાયમૂર્તિ દલવીર ભંડારીને અભિનંદન આપ્યાં

Posted On: 21 NOV 2017 10:32AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનાં ન્યાયમૂર્તિ તરીકે પુનઃપસંદ થવા બદલ દલવીર ભંડારીને અભિનંદન આપ્યાં છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "હું ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનાં ન્યાયમૂર્તિ તરીકે પુનઃપસંદ થવા બદલ ન્યાયમૂર્તિ દલવીર ભંડારીને અભિનંદન આપું છું. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને વિદેશ મંત્રાલયમાં તેમની સંપૂર્ણ ટીમ તથા રાજદ્વારી અધિકારીઓને શુભેચ્છા, જેમણે આઈસીજેમાં ભારતીય ન્યાયમૂર્તિની પુનઃપસંદગી માટે સતત પ્રયાસો કર્યા હતાં. ભારતને સાથ સહકાર આપવા બદલ અને વિશ્વાસ વ્યક્ત કરવા બદલ યુએનજીએ અને યુએનએસસીનાં તમામ સભ્યોનો પણ હૃદયપૂર્વક આભાર."

 

NP/GP/RP


(Release ID: 1510301)
Read this release in: English , Tamil , Telugu , Kannada