પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રિય રંજન દાસમુન્શીનાં નિધન પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
प्रविष्टि तिथि:
20 NOV 2017 2:33PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ કેન્દ્રિય મંત્રી શ્રી પ્રિય રંજન દાસમુન્શીનાં નિધન પર દુઃખ વ્યક્ત કર્યું.
પ્રધાનમંત્રીએ કહ્યું, “શ્રી પ્રિય રંજન દાસમુન્શી સમૃદ્ધ રાજકીય અને પ્રસાશનિક અનુભવ ધરાવતા એક લોકપ્રિય નેતા હતા. તેઓએ ભારતમાં ફૂટબોલની રમતને લોકપ્રિય બનાવવા માટે નોંધપાત્ર કામ કર્યું હતું. એમનાં નિધનથી દુઃખ થયુ, દીપા દાસમુન્શીજી અને તેમના પરિવાર તેમજ એમનાં સમર્થકો સાથે મારી સંવેદના છે.”
NP/GP/RP
(रिलीज़ आईडी: 1510211)
आगंतुक पटल : 98