57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

57મા IFFI ખાતે ‘ધ ગોલ્ડન એજ’ માટે બેરેન્જર થોઈનને દિગ્દર્શકની શ્રેષ્ઠ પ્રથમ ફીચર ફિલ્મનો સિલ્વર પીકોક એવોર્ડ એનાયત


જ્યુરીએ મહત્વાકાંક્ષી ઐતિહાસિક ફિલ્મમાં આર્કાઇવલ સામગ્રી સાથે વાસ્તવિક ફૂટેજના કુશળ સંયોજન બદલ દિગ્દર્શકની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન: 28 NOV 2026 7:57PM પીઆઈબી મુંબઈ

પોસ્ટેડ ઓન: 28 NOV 2026 7:57PMby PIB Ahmedabadરીલીઝ આઈડી: 2343271Views: 3

57મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) ખાતે તેમની ફિલ્મ ‘ધ ગોલ્ડન એજ’ માટે બેરેન્જર થોઈનને દિગ્દર્શકની શ્રેષ્ઠ પ્રથમ ફીચર ફિલ્મ (Best Debut Feature Film of a Director) નો સિલ્વર પીકોક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી ચંચલ કુમાર અને ફેસ્ટિવલ ડિરેક્ટર શ્રી આશુતોષ ગોવારિકરની ઉપસ્થિતિમાં ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

મહોત્સવના સમાપન સમારોહમાં બેરેન્જર થોઈનના ભાઈ અને ફિલ્મના સંગીતકાર સેલેસ્ટે થોઈને દિગ્દર્શક વતી આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

પ્રથમ ફિલ્મ બનાવનાર દિગ્દર્શકની મહત્વાકાંક્ષા અને સિનેમેટિક કલાત્મકતાને બિરદાવતા, જ્યુરીએ ઘણા વર્ષોમાં વિસ્તરેલી ઐતિહાસિક ફિલ્મના નિર્માણના પડકારોને સફળતાપૂર્વક પાર પાડવા બદલ થોઈનની પ્રશંસા કરી હતી. જ્યુરીએ વાસ્તવિક ફૂટેજ સાથે આર્કાઇવલ સામગ્રીને સંકલિત કરવાના તેમના નવીન અભિગમની ખાસ પ્રશંસા કરી હતી.

“કોઈ પ્રથમ ફિલ્મ માટે વર્ષોમાં વિસ્તરેલા ઐતિહાસિક કથાનકના તમામ પડકારોનો સામનો કરવો અસામાન્ય છે, પરંતુ આ ફિલ્મે વાસ્તવિક ફૂટેજ સાથે આર્કાઇવ્સને કુશળતાપૂર્વક મિશ્રિત કરવાની રીત દ્વારા તેના માર્ગમાં આવતી દરેક મુશ્કેલીનો સામનો કર્યો અને તેના પર વિજય મેળવ્યો,” એમ જ્યુરીએ અવલોકન કર્યું હતું.

આ માન્યતા સાથે, બેરેન્જર થોઈનની પ્રથમ ફીચર ફિલ્મ તેના મહત્વાકાંક્ષી વાર્તાકથન અને સિનેમેટિક માધ્યમના સર્જનાત્મક ઉપયોગ માટે અલગ તરી આવે છે.

દિગ્દર્શકની શ્રેષ્ઠ પ્રથમ ફીચર ફિલ્મ સ્પર્ધા વિશ્વ સિનેમામાં નવી દિગ્દર્શન પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે. આ વર્ષે, આ સ્પર્ધામાં પાંચ આંતરરાષ્ટ્રીય અને બે ભારતીય ફિલ્મો સહિત કુલ સાત ફિલ્મો સામેલ હતી. દિગ્દર્શકને એનાયત કરવામાં આવતા આ એવોર્ડમાં સિલ્વર પીકોક ટ્રોફી, એક પ્રમાણપત્ર અને ₹15 લાખનું રોકડ પુરસ્કાર સામેલ છે.

‘ધ ગોલ્ડન એજ’નો સારાંશ

વીસમી સદીની શરૂઆતમાં કસાઈના પરિવારમાં જન્મેલી જીન લાવૌર કાઉન્ટેસ બનવાનું સપનું જુએ છે. નિર્ભય સેલેસ્ટેથી પ્રેરિત અને ગિલોમ ડે બરાન્ટે પ્રત્યેના તેના પ્રેમથી પ્રેરાઈને, જીન 1920 ના દાયકાના જીવંત પેરિસ અને બે વિશ્વયુદ્ધોના તોફાની વર્ષોમાંથી એક સફર શરૂ કરે છે. ઊંડા પરિવર્તનોથી ચિહ્નિત એક સદીની પૃષ્ઠભૂમિ સામે, તે પોતાનું ભાગ્ય જાતે ઘડવા માટે દ્રઢ નિશ્ચયી એક સ્વતંત્ર મહિલા તરીકે ઉભરી આવે છે.

 

IFFILOID અહીં વાંચો: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

 


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2343271
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026