57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

આર્જેન્ટિનાની ફિલ્મ ‘ધ રિવર ટ્રેન’ એ સિલ્વર પીકોક - સ્પેશિયલ જ્યુરી એવોર્ડ જીત્યો


જ્યુરીએ તાજગીભર્યા પ્રયોગો અને વિશિષ્ટ વાર્તાકથન દ્વારા સિનેમેટિક સીમાઓને આગળ ધપાવવા બદલ ફિલ્મની પ્રશંસા કરી

પોસ્ટેડ ઓન: 28 NOV 2026 8:20PMby PIB Ahmedabadરીલીઝ આઈડી: 2343265Views: 6

લોરેન્ઝો ફેરો અને લુકાસ એ. વિગ્નાલે દ્વારા દિગ્દર્શિત આર્જેન્ટિનાની ફિલ્મ ‘ધ રિવર ટ્રેન’ એ 57મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) ખાતે સિલ્વર પીકોક સ્પેશિયલ જ્યુરી એવોર્ડ (Silver Peacock Special Jury Award) જીત્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી ચંચલ કુમાર અને ફેસ્ટિવલ ડિરેક્ટર શ્રી આશુતોષ ગોવારિકરની ઉપસ્થિતિમાં ગોવાના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંત દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ફિલ્મની વિશિષ્ટ સિનેમેટિક અભિવ્યક્તિને બિરદાવતા, જ્યુરીએ વાર્તાકથન પ્રત્યેના તેના પ્રાયોગિક અભિગમ અને બાળકના દ્રષ્ટિકોણથી સિનેમાની સંભાવનાઓનું અન્વેષણ કરવાની તેની ક્ષમતાની પ્રશંસા કરી હતી. પ્રશસ્તિપત્રમાં પરંપરાગત સિનેમેટિક સીમાઓને આગળ ધપાવવાની દિગ્દર્શકોની તત્પરતાની નોંધ લેતા જણાવવામાં આવ્યું છે કે:

“બાળકની આંખો દ્વારા સિનેમાને રમતનું મેદાન બનાવવા અને તાજગીભર્યા પ્રયોગો સાથે સિનેમેટિક સીમાઓને આગળ ધપાવવા બદલ. અમે બંને દિગ્દર્શકોની દૂરંદેશી ભાવના અને લુકાસ એ. વિગ્નાલેની સ્મૃતિને સન્માનિત કરીએ છીએ.”

દિગ્દર્શકો વતી નિર્માતા વેલેન્ટાઈન ટોરે અને અભિનેત્રી રીટા પોલ્સે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ સમારોહમાં સહ-દિગ્દર્શક લુકાસ એ. વિગ્નાલેના ફિલ્મમાં સર્જનાત્મક યોગદાનને બિરદાવીને તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી.

સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મુખ્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં એક ફિલ્મને તેની કલાત્મક સિદ્ધિ અને વિશિષ્ટ સિનેમેટિક અભિવ્યક્તિ માટે સન્માનિત કરે છે. તેમાં સિલ્વર પીકોક, એક પ્રમાણપત્ર અને ₹20 લાખનું રોકડ પુરસ્કાર સામેલ છે.

‘ધ રિવર ટ્રેન’ નો સારાંશ

નવ વર્ષનો માઈલો આર્જેન્ટિનાના એક દૂરના ગામમાં રહે છે, જ્યાં તે માલામ્બો ડાન્સર તરીકે તાલીમ લે છે. પરંતુ તેના સપના બીજે ક્યાંક છે. તે ટ્રેનમાં મુસાફરી કરવા અને બ્યુનોસ એરેસનું અન્વેષણ કરવા માટે ઉત્સુક છે, જે શહેર તેણે માત્ર ફિલ્મોમાં જ જોયું છે. પોતાની નાની દુનિયામાંથી મુક્ત થવા માટે, તેણે એક નવી સફર શરૂ કરવાનું સાહસ કરવું પડશે: જે એકલતાથી ભરેલી છે.

‘ધ રિવર ટ્રેન’ ની પ્રેસ કોન્ફરન્સની લિંક

 

IFFILOID અહીં વાંચો: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

SM/NP/JD


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2343265
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026