પોસ્ટેડ ઓન:
22 NOV 2026 12:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના સાંસદ શ્રી રામરાવ વાડકુટેજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે સમાજમાં શ્રી રામરાવ વાડકુટેજીનું યોગદાન અને ગરીબો તથા વંચિતોની સેવા પર તેમણે મૂકેલા ભારને હંમેશા યાદ રાખવામાં આવશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
રાજ્યસભાના સાંસદ શ્રી રામરાવ વાડકુટેજીના નિધનથી અત્યંત દુઃખ થયું છે. સમાજમાં તેમના યોગદાન અને ગરીબો તથા વંચિતોની સેવા પર તેમણે મૂકેલા ભાર માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. મહારાષ્ટ્રમાં ભાજપને મજબૂત કરવા માટેના તેમના પ્રયાસો પણ એટલા જ નોંધપાત્ર હતા. મારી સંવેદનાઓ તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com