રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય રેલવે દ્વારા નવી દિલ્હીમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન 5.0 હેઠળ મેગા કેમ્પનું આયોજન


250 પેન્શનરોએ જીવન પ્રમાણ એપ દ્વારા તેમનું જીવન પ્રમાણપત્ર જમા કરાવ્યું

પોસ્ટેડ ઓન: 20 NOV 2026 1:45PM by PIB Ahmedabad

ભારતીય રેલવે દ્વારા 19 નવેમ્બર 2026ના રોજ નવી દિલ્હીમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) અભિયાન 5.0 હેઠળ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પેન્શનરોને ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરીને જીવન પ્રમાણ એપ દ્વારા તેમના ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સરળતાથી જમા કરાવવામાં સુવિધા આપવા માટે ઉત્તર રેલવે મુખ્યમથક અને દિલ્હી ડિવિઝન દ્વારા સંયુક્ત રીતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

250થી વધુ પેન્શનરોએ મેગા કેમ્પમાં ભાગ લીધો હતો અને તેમના ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે નોંધણી કરાવી હતી. જીવન પ્રમાણ એપનો ઉપયોગ કરીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા સ્થળ પર જ કુલ 58 ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરવામાં આવ્યા હતા.

રેલવે કર્મચારીઓ અને સહભાગી બેંકોના પ્રતિનિધિઓએ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પેન્શનરોને મદદ કરી હતી, જેથી તેમના ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સરળ અને સુવિધાજનક રીતે જમા થઈ શકે. કેમ્પમાં 12 બેંકોની ટીમોએ ભાગ લીધો હતો. પેન્શનરોને આધાર ચકાસણી અને અપડેશનમાં મદદ કરવા માટે UIDAIના અધિકારીઓ પણ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, આ પહેલના ભાગરૂપે સહભાગી પેન્શનરો માટે આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગના સચિવ શ્રીમતી નિવેદિતા શુક્લા વર્મા, ઉત્તર રેલવેના AGM શ્રી હર્ષ ખરે, રેલવે બોર્ડના PED/IR શ્રીમતી રેખા યાદવ, ઉત્તર રેલવેના PCPO શ્રી સુજીત કુમાર મિશ્રા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ મેગા કેમ્પ ડિજિટલ સેવાઓ દ્વારા પેન્શનરોને સુવિધા આપવા અને પેન્શન સંબંધિત આવશ્યક સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાના ભારતીય રેલવેના સતત પ્રયાસોને દર્શાવે કરે છે.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2339005) મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil