ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ 21–22 નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર અને તમિલનાડુની મુલાકાત લેશે


પોસ્ટેડ ઓન: 20 NOV 2026 2:37PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 21 અને 22 નવેમ્બર, 2026 ના રોજ મહારાષ્ટ્ર અને તમિલનાડુની મુલાકાત લેશે.

મહારાષ્ટ્રની તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ આવતીકાલે મુખ્ય અતિથિ તરીકે સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી), પુણેના દીક્ષાંત સમારોહ 2026 (Convocation Ceremony 2026) ની શોભા વધારશે.

ત્યારબાદ તેઓ તમિલનાડુના ચેન્નાઈની મુલાકાત લેશે, જ્યાં તેઓ નેલ્લાઈ નાદર મેટ્રિક્યુલેશન હાયર સેકન્ડરી સ્કૂલના 42મા વાર્ષિક દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2339000) મુલાકાતી સંખ્યા : 7
આ રીલીઝ વાંચો: English , हिन्दी , Marathi , Malayalam