જળશક્તિ મંત્રાલય
azadi ka amrit mahotsav

જળ શક્તિ મંત્રાલયે વર્લ્ડ ટોયલેટ ડે 2026 ના રોજ ‘સ્વચ્છ શૌચાલય - એક ગરિમામય ભવિષ્ય’ (SSGB) અભિયાન શરૂ કર્યું


રાષ્ટ્રવ્યાપી અભિયાન 19 નવેમ્બરથી 10 ડિસેમ્બર 2026 સુધી ચાલશે, જેનું સમાપન માનવ અધિકાર દિવસે થશે

આ અભિયાન ગ્રામીણ વિસ્તારોમાં સામુદાયિક અને સંસ્થાકીય શૌચાલયોની કાર્યક્ષમતા અને સુલભતાના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા મૂલ્યાંકન અને સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરશે

પોસ્ટેડ ઓન: 20 NOV 2026 9:01AM by PIB Ahmedabad

જળ શક્તિ મંત્રાલયના પેયજલ અને સ્વચ્છતા વિભાગ (DDWS) એ ગઈકાલે વર્લ્ડ ટોયલેટ ડે, 2026 ના રોજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) [SBM(G)] હેઠળ 'સ્વચ્છ શૌચાલય - એક ગરિમામય ભવિષ્ય.' (SSGB) અભિયાન શરૂ કર્યું. આ અભિયાન અને તેના રિપોર્ટિંગ મોડ્યુલનો ઈ-લોન્ચિંગ સંયુક્ત સચિવ અને રાષ્ટ્રીય મિશન ડાયરેક્ટર, SBM(G), DDWS, સુશ્રી ઐશ્વર્યા સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત નાયબ સચિવ, DDWS દ્વારા સ્વાગત પ્રવચન અને અભિયાન માટે સંદર્ભ સ્થાપિત કરવા સાથે થઈ હતી. ત્યારબાદ ડાયરેક્ટર, DDWS દ્વારા SBM(G)ની પ્રગતિ પર સંક્ષિપ્ત પ્રસ્તુતિ કરવામાં આવી, જેમાં લગભગ 89.9% ગામોમાં ઓડિએફ પ્લસ (Model) દરજ્જાની સિદ્ધિ અને SBM(G) ના અન્ય ઘટકો હેઠળની સિદ્ધિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

ત્યારબાદ સંયુક્ત સચિવ અને રાષ્ટ્રીય મિશન ડાયરેક્ટર દ્વારા ‘સ્વચ્છ શૌચાલય - એક ગરિમામય ભવિષ્ય’અભિયાનનું ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું. તેમણે અભિયાનની પ્રગતિનો અહેવાલ આપવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે DDWS દ્વારા ડિઝાઇન કરાયેલ રિપોર્ટિંગ મોડ્યુલ પણ લોન્ચ કર્યું.

વર્લ્ડ ટોયલેટ ડે 2026 માટે સંયુક્ત રાષ્ટ્રની થીમ,‘સેફ ટોયલેટ ઈક્વલ ફ્યુચર, સ્વચ્છતાને લિંગ સમાનતા સાથે જોડે છે. તેને અનુરૂપ, સ્વચ્છ શૌચાલય - એક ગરિમામય ભવિષ્ય અભિયાન મહિલાઓ, વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગજનોની જરૂરિયાતો પર વિશેષ ધ્યાન આપીને ગ્રામીણ સ્વચ્છતા સુવિધાઓ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

સ્વચ્છ શૌચાલય - એક ગરિમામય ભવિષ્ય અભિયાનના ઉદ્દેશ્યોમાં નીચે મુજબનો સમાવેશ થાય છે: -

  • CSCs અને સંસ્થાકીય શૌચાલયો (શાળાઓ, આંગણવાડી કેન્દ્રો અને પંચાયત ઘર વગેરે)ની સ્થિતિનું મૂલ્યાંકન કરવું અને જરૂર મુજબ સમારકામ/જાળવણી/પુનઃસ્થાપન હાથ ધરવું. સંસ્થાકીય શૌચાલયો માટે આ સંબંધિત સત્તાવાળાઓ (SMC/AWC/GPK/GPB વગેરે) દ્વારા કરી શકાય છે. વ્યક્તિગત પરિવારોને પણ, જ્યાં જરૂરી હોય ત્યાં, તેમના IHHLs નું સમારકામ/જાળવણી હાથ ધરવા માટે પ્રેરિત કરવા.
  • ગામ માટે શૌચાલયના પ્રકાર (toilet typology)નું મૂલ્યાંકન કરવું અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા નિર્ધારિત લક્ષ્યો સામે, જ્યાં પણ શક્ય હોય ત્યાં, ઓળખાયેલા સિંગલ-પિટ શૌચાલયોનું ટ્વીન-પિટ શૌચાલયોમાં અને સોક પિટ વિનાની સેપ્ટિક ટાંકીનું સોક પિટ સાથેની સેપ્ટિક ટાંકીમાં રેટ્રોફિટિંગ કરવું.
  • જ્યાં પણ FSM પાલન માટે કાર્યરત અથવા જરૂરી હોય ત્યાં મિકેનાઇઝ્ડ ડીસ્લજિંગનું મૂલ્યાંકન અને આયોજન કરવું.
  • CSCs અને સંસ્થાકીય શૌચાલયોની સંભાળ અને જાળવણી માટે O&M વ્યવસ્થાઓનું મૂલ્યાંકન અને મજબૂતીકરણ કરવું.
  • સમુદાયોને સ્થાનિક દિવાલ ચિત્રકામ, સાઈનેજ અને આસપાસના વિસ્તારોના સુધારણા સાથે CSCs અને સંસ્થાકીય શૌચાલયોને આવકારદાયક, સ્વચ્છ અને સુવ્યવસ્થિત જગ્યાઓમાં પરિવર્તિત કરવા માટે પ્રોત્સાહિત કરવા. વ્યક્તિગત પરિવારોને પણ તેમના IHHLs માટે આવું જ કરવા માટે પ્રેરિત કરી શકાય છે.
  • ગામમાં ODF ટકાઉપણાનું મૂલ્યાંકન કરવું; ODF દરજ્જો જાળવી રાખવા માટે સઘન બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન (BCC) અને જાગૃતિ અભિયાનો દ્વારા શૌચાલયોના સતત ઉપયોગને પ્રોત્સાહન આપવું.
  • ગામ(ગામો)/ગ્રામ પંચાયત માટે સ્વચ્છ સેવા આંકલન(SSA) ની સ્થિતિનું મૂલ્યાંકન કરવું અને જો હજુ સુધી થયું ન હોય તો 30 નવેમ્બર 2026 સુધીમાં SSA પૂર્ણ થાય તેની ખાતરી કરવી; જ્યાં SSA સબમિટ કરવામાં આવ્યું છે, ત્યાં ઓળખાયેલા અંતરોના નિરાકરણ માટે આગળનો માર્ગ ચર્ચવામાં આવશે.
  • મહિલાઓ, વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગજન/PwDs ની જરૂરિયાતો પર વિશેષ ધ્યાન સાથે સ્વચ્છતાનું મહત્વ, વ્યક્તિગત અને સામુદાયિક સ્વચ્છતાની જાળવણી, સાબુથી હાથ ધોવા, FSM પાલનનું મહત્વ, સોલિડ વેસ્ટ મનેજમેન્ટ રૂલ્સ, 2026નું પાલન, કચરાનું 4-સ્તરીય અલગીકરણ અને સ્વચ્છ સેવા આંકલન સહિત વિવિધ પાસાઓ પર જાગૃતિ નિર્માણ. 

ત્યારબાદ, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ એક સંવાદમાં ભાગ લીધો અને અભિયાનના અમલીકરણ માટે તેમની પ્રસ્તાવિત કાર્ય યોજનાઓ અંગે માહિતી આપી. ગુજરાત, મધ્યપ્રદેશ, સિક્કિમ અને કર્ણાટકની SBM(G) ટીમોએ અભિયાન માટે તેમની આયોજિત પ્રવૃત્તિઓ શેર કરી.

ઈ-લોન્ચિંગ સમયે, સંયુક્ત સચિવ અને રાષ્ટ્રીય મિશન ડાયરેક્ટર, SBM(G), સુશ્રી ઐશ્વર્યા સિંહે ભારપૂર્વક જણાવ્યું કે સ્વચ્છ શૌચાલય - એક ગરિમામય ભવિષ્ય અભિયાન સૌના માટે ગૌરવ અને સૌના માટે સ્વચ્છતાની આસપાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમણે પ્રકાશ પાડ્યો કે SSGB અભિયાન શાળાના બાળકોને સ્વચ્છતાના ભાવિ રક્ષકો તરીકે પણ ધ્યાનમાં લે છે, તેમને સ્વચ્છતા, સેનિટેશન અને હાઈજીનનું મહત્વ તથા શૌચાલયોને સ્વચ્છ અને સૌના માટે સુલભ રાખવા માટે સમુદાયની ભાગીદારી અંગે સંવેદનશીલ બનાવે છે.

સંયુક્ત સચિવ અને રાષ્ટ્રીય મિશન ડાયરેક્ટર, SBM(G) એ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની SBM(G) ટીમોને શાળા સ્વચ્છતા ઓડિટ સહિત અભિયાનમાં શાળાના બાળકોની ભાગીદારીને સરળ બનાવવા માટે શાળા વ્યવસ્થાપન સમિતિઓ અને સંબંધિત વિભાગો સાથે સંકલન કરવા હાકલ કરી. તેમણે દેશમાં પ્રવાસી સ્થળો સહિત વધુ જાહેર અવરજવરવાળા સ્થળોએ સ્વચ્છ અને કાર્યક્ષમ CSCs ના મહત્વ પર વધુ પ્રકાશ પાડ્યો, અને એકંદર મુલાકાતી અનુભવમાં સીધા અને સ્થાનિક અર્થતંત્રમાં પરોક્ષ રીતે તેમના યોગદાનને માન્યતા આપી છે.

ઈ-લોન્ચિંગનું સમાપન સંપૂર્ણ સ્વચ્છતા માટે જન ભાગીદારી દ્વારા સંચાલિત સફળ અભિયાન બનાવવા, વિવિધ હિતધારકો સાથે જોડાણ સુનિશ્ચિત કરવા માટે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને અપીલ સાથે થયું.

 

SM/DK/JT


(રીલીઝ આઈડી: 2338891) મુલાકાતી સંખ્યા : 11
આ રીલીઝ વાંચો: Kannada , English , Urdu , हिन्दी , Nepali