ગ્રામીણ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

ઓડિશાના દરેક ગરીબને મળશે પાકું ઘર, કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આપી ત્વરિત 5 લાખ પ્રધાનમંત્રી આવાસની ભેટ


બલાંગીરથી કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણની મોટી જાહેરાત - ઓડિશાને મળશે 5 લાખ નવા આવાસ

ઓડિશામાં 29 લાખ બહેનો બની 'લખપતિ દીદી', હવે દરેક પંચાયતને વિકાસ માટે મળશે મોટી રકમ - શ્રી શિવરાજ સિંહ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી મોહન માઝીની ડબલ એન્જિન સરકારમાં વિકસિત ઓડિશાનો મહાયજ્ઞ ચાલુ છે - શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

ખેડૂતોની સેવા જ ભગવાનની પૂજા, બલાંગીરની કૃષિ કૉલેજને બનાવીશું દેશની સર્વશ્રેષ્ઠ સંસ્થા - કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ

વિકસિત ભારત માટે બની રહ્યો છે વિકસિત ઓડિશા, વિકસિત ભારત- જી રામ જી યોજનાથી ગામોનું ચિત્ર બદલાઈ જશે - શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

પોસ્ટેડ ઓન: 14 NOV 2026 6:41PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે ઓડિશાના બલાંગીરમાં યોજાયેલા 'પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ' (PMAY-G) ના રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ઓડિશાના ગરીબો, ખેડૂતો અને મહિલાઓ માટે ભેટ સોગાદો પ્રદાન કરી. મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે જાહેરાત કરી કે ઓડિશાના ગરીબ પરિવારને ત્વરિત 5 લાખ પાકા મકાન આપવામાં આવશે અને દરેક પાત્ર પરિવારને ઘર મળશે. આ અવસર પર બલાંગીરમાં નવી કૃષિ કૉલેજના શિલાન્યાસ પણ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી તથા કૃષિ મંત્રી શ્રી કનક વર્ધન સિંહ દેવ, પંચાયતી રાજ તથા પેયજલ મંત્રી શ્રી રવિ નારાયણ નાયક, સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મુકેશ મહાલિંગ, સાંસદ શ્રીમતી સંગીતા કુમારી સિંહ દેવ સહિત ક્ષેત્રીય ધારાસભ્ય શ્રી નવીન કુમાર જૈન, શ્રી લક્ષ્મણ બાગ અને સુશ્રી રૂપા મિશ્રા પ્રમુખ રૂપે ઉપસ્થિત રહ્યા.

શ્રી ચૌહાણે આશ્વાસન આપ્યું કે આવાસ માટે હવે સાચો સર્વે થઈ ચૂક્યો છે અને કોઈ પણ ગરીબ કાચી ઝૂંપડીમાં નહીં રહે, સૌને તબક્કાવાર પાકું મકાન મળશે. સાથોસાથ મકાનો પર સોલર પૅનલ લગાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને સબસિડી આપશે, જેનાથી વીજળીનું બિલ શૂન્ય થશે અને વધારાની વીજળી વેચીને લોકો કમાણી પણ કરી શકશે.

ઓડિશામાં 29 લાખ બહેનો બની લખપતિ દીદી, હવે 10 લાખ કરોડનું લોન અભિયાન

માતૃશક્તિને નમન કરતા કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહે કહ્યું કે સુભદ્રા યોજના હેઠળ વાર્ષિક 10 હજાર રૂપિયા મળવાથી ઓડિશાની બહેનોનો આત્મવિશ્વાસ અને સન્માન વધ્યો છે. તેમણે ખુશી વ્યક્ત કરી કે મુખ્યમંત્રી મોહન માઝીના નેતૃત્વમાં ઓડિશાએ સમય કરતા એક વર્ષ પહેલાં જ 27 લાખના લક્ષ્યને પાર કરીને 29 લાખ બહેનોને 'લખપતિ દીદી' બનાવી દીધી છે. શ્રી ચૌહાણે જણાવ્યું કે આગામી પાંચ વર્ષોમાં દેશભરની બહેનોને લખપતિ બનાવવા માટે બૅન્કોના માધ્યમથી 10 લાખ કરોડ રૂપિયાનું લોન આપવામાં આવશે. એટલું જ નહીં, હવે માત્ર સમૂહને જ નહીં, પરંતુ જે બહેન એકલા પણ પોતાનો ધંધો-રોજગાર કે વ્યાપાર શરૂ કરવા ઈચ્છશે, તેને પણ વગર કોઈ પરેશાનીએ લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

બલાંગીર કૃષિ કૉલેજ બનશે દેશની નંબર-1 સંસ્થા, ખેતોની ઉપર લાગશે વીજળી

ખેડૂતોની સેવાને ભગવાનની પૂજા જણાવતા શ્રી ચૌહાણે વચન આપ્યું કે બલાંગીરમાં શિલાન્યાસ કરાયેલી કૃષિ કૉલેજને આઈસીએઆર (ICAR) અને ભારત સરકારના સહયોગથી હિન્દુસ્તાનની સર્વશ્રેષ્ઠ કૃષિ કૉલેજ બનાવવામાં આવશે, જ્યાં દેશના શીર્ષ વૈજ્ઞાનિકો ખેડૂતોને મદદ કરશે. તેમણે કહ્યું કે ઓડિશાની ખેતીને આધુનિક બનાવવા માટે રાજ્ય સરકાર સાથે મળીને એક નક્કર રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત એવી યોજના લાવવામાં આવી રહી છે, જેમાં ખેડૂતના ખેત ઉપર સોલર પૅનલ લાગશે અને નીચે ફળ-શાકભાજીની ખેતી થશે, જેનાથી ખેડૂતોને બેવડો લાભ મળશે. આ સિવાય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના છૂટેલા પાત્ર ખેડૂતોના નામ પણ હવે સૂચિમાં જોડી દેવામાં આવ્યા છે.

દરેક પંચાયતને મળશે 1 થી 2 કરોડ રૂપિયા

ગ્રામીણ વિકાસનો નકશો રજૂ કરતા કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે જણાવ્યું કે 'વિકસિત ભારત- જી રામ જી' યોજના અંતર્ગત આ વર્ષે ઓડિશાને લગભગ 4000 કરોડ રૂપિયા મળશે. આનાથી પ્રદેશની દરેક પંચાયતને વાર્ષિક 25 થી 50 લાખ રૂપિયા અને પાંચ વર્ષમાં નાની પંચાયતને 1 કરોડ તથા મોટી પંચાયતને 2 કરોડ રૂપિયા સુધી વિકાસ કાર્યો માટે મળશે. આનાથી ગામમાં રસ્તા, નાળી, શાળા, પંચાયત ભવનથી લઈને ખેડૂતોના ખેતરો સુધીના રસ્તા અને જળ સંરક્ષણ માટે તળાવો બનાવી શકાશે. વળી, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ચોથા તબક્કામાં 1700 કિલોમીટર રસ્તાઓની મંજૂરી મળ્યા પછી હવે બચેલા તમામ ગામોને પણ પાકા રસ્તાઓ સાથે જોડવામાં આવશે. શ્રી ચૌહાણે કહ્યું કે ઓડિશામાં વિકાસનો મહાયજ્ઞ ચાલી રહ્યો છે.

તેમણે બલાંગીરની લોક સંસ્કૃતિ, નુઆખાઈ અને ઢાલખાઈ-રસરકેલી નૃત્યને નમન કરતા ઉપસ્થિત જનસમુદાયને વિકસિત ઓડિશા બનાવવાનો સંકલ્પ અપાવ્યો. જનમેદનીને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પોતાની ચિર-પરિચિત આત્મીય શૈલીમાં કહ્યું કે તેઓ અહીં કોઈ વિશિષ્ટ અતિથિ કે મહેમાન બનીને નથી આવ્યા, પરંતુ કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી તરીકે જનતાના નમ્ર સેવક બનીને આવ્યા છે. તેમણે કહ્યું કે ભગવાન જગન્નાથના દર્શન તેમને જીવિત-જાગૃત જનતામાં થાય છે અને પ્રદેશની બહેનોમાં તેમને સુભદ્રા મૈયા દેખાય છે. તેમણે મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ અત્યંત સરળ, સહજ અને રાત-દિવસ કામ કરનારા જનસેવક છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના 'વિકસિત ભારત'ના સંકલ્પને પૂરું કરવા માટે 'વિકસિત ઓડિશા'નું નિર્માણ કરી રહ્યા છે.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2336279) મુલાકાતી સંખ્યા : 30
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Assamese , Odia , Tamil