પોસ્ટેડ ઓન:
14 NOV 2026 3:18PM by PIB Ahmedabad
લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતી નિમિત્તે સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં તેમના તૈલચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે રાજ્યસભામાં વિપક્ષના નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગે; સંસદ સભ્યો; પૂર્વ સંસદ સભ્યો; લોકસભાના મહાસચિવ શ્રી ઉત્પલ કુમાર સિંહ અને રાજ્યસભાના મહાસચિવ શ્રી પી. સી. મોદીએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પંડિત જવાહરલાલ નેહરુના તૈલચિત્રનું અનાવરણ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. એસ. રાધાકૃષ્ણન દ્વારા 05 મે, 1966ના રોજ સંવિધાન સદન (તત્કાલીન સંસદ ભવન)ના સેન્ટ્રલ હોલમાં કરવામાં આવ્યું હતું.
SM/NP/JD