પોસ્ટેડ ઓન:
13 NOV 2026 8:41PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના ગોલાઘાટ જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. દુઃખની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, તેમણે ઇજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી છે.
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના વારસદારોને ₹2 લાખની સહાય (એક્સ-ગ્રેશિયા) અને ઇજાગ્રસ્તોને ₹50,000 આપવાની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે એક્સ (X) પર પોસ્ટ કર્યું: “આસામના ગોલાઘાટ જિલ્લામાં અકસ્માતમાં થયેલી જાનહાનિથી અત્યંત વ્યથિત છું. દુઃખની આ ઘડીમાં હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું.
જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના વારસદારોને PMNRFમાંથી ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઇજાગ્રસ્તોને ₹50,000 આપવામાં આવશે: પીએમ @narendramodi”
SM/DK/JD