માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

IFFI ગોવા 2026 ખાતે WaveX સ્ટાર્ટઅપ પેવેલિયન માટે રજીસ્ટ્રેશન આવતીકાલે બંધ થશે


ફિલ્મ અને સંલગ્ન ટેકનોલોજી ક્ષેત્રોમાં DPIIT-રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ 13 નવેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને એક્ઝિબિશન પોડ્સ બુક કરી શકે છે

WAVES બજાર સ્ટાર્ટઅપ્સને નવીનતાઓ પ્રદર્શિત કરવાની અને વૈશ્વિક ફિલ્મ તથા મીડિયા ઉદ્યોગ સાથે જોડાવાની તક પૂરી પાડશે

પોસ્ટેડ ઓન: 12 NOV 2026 12:59PM by PIB Ahmedabad

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગોવામાં યોજાનારા 57મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI)ની સાથે આયોજિત WAVES Bazaar ખાતેના WaveX સ્ટાર્ટઅપ પેવેલિયન માટે પાત્ર સ્ટાર્ટઅપ્સને તેમની નોંધણી પૂર્ણ કરવા અને પ્રદર્શન માટેના પોડ બુક કરાવવા અંતિમ રિમાન્ડર જારી કર્યું છે. નોંધણીની અંતિમ તારીખ આવતીકાલે, 13 નવેમ્બર, 2026 છે.

તેની ફ્લેગશિપ સ્ટાર્ટઅપ એક્સિલરેટર પહેલ, WaveX હેઠળ, મંત્રાલયે એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ અને એક્સટેન્ડેડ રિયાલિટી (AVGC-XR) સહિત ફિલ્મ, મીડિયા અને સંલગ્ન ટેકનોલોજી ક્ષેત્રોમાં કાર્યરત DPIIT-રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સને આ ઇવેન્ટમાં તેમના ઉત્પાદનો, ટેકનોલોજી અને નવીન ઉકેલો પ્રદર્શિત કરવા આમંત્રિત કર્યા છે.

WaveX સ્ટાર્ટઅપ પેવેલિયન પસંદગી પામેલા સ્ટાર્ટઅપ્સને WAVES બજાર ખાતે તેમની નવીનતાઓ પ્રદર્શિત કરવાની તક પૂરી પાડશે, જે એક મુખ્ય નેટવર્કિંગ હબ છે જ્યાં વૈશ્વિક મીડિયા અને મનોરંજન ઉદ્યોગના અગ્રણી મુખ્ય હિસ્સેદારોની નોંધપાત્ર હાજરી રહેવાની અપેક્ષા છે. સ્ટાર્ટઅપ્સને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ નિર્માતાઓ, પ્રોડક્શન હાઉસ, સ્ટુડિયો અને રોકાણકારો સાથે સંવાદ કરવાની તક પણ મળશે, જેનાથી સહયોગ અને વ્યવસાયિક ભાગીદારી માટેના માર્ગો ખુલશે.

57મો IFFI ગોવામાં 20 થી 28 નવેમ્બર, 2026 દરમિયાન યોજાશે, જ્યારે WAVES બજાર સ્ટાર્ટઅપ શોકેસ 20 થી 24 નવેમ્બર, 2026 દરમિયાન યોજાશે.

રજીસ્ટ્રેશન અને પાત્રતા

રજીસ્ટ્રેશન ફક્ત ફિલ્મ, મીડિયા અને સંલગ્ન ટેકનોલોજી ક્ષેત્રોમાં કાર્યરત DPIIT-રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ માટે જ ખુલ્લું છે. અરજીઓનું મૂલ્યાંકન અને શોર્ટલિસ્ટિંગ WaveX દ્વારા રચવામાં આવેલી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે.

રસ ધરાવતા સ્ટાર્ટઅપ્સ 13 નવેમ્બર, 2026 સુધીમાં સત્તાવાર પોર્ટલ: wavex.wavesbazaar.com દ્વારા તેમનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરી શકે છે અને એક્ઝિબિશન પોડ્સ બુક કરી શકે છે.

WaveX વિશે

WaveX એ માહિતી અને પ્રસારણ મંત્રાલયની સમર્પિત સ્ટાર્ટઅપ એક્સિલરેટર પહેલ છે જેનો ઉદ્દેશ્ય ભારતના મીડિયા અને મનોરંજન તથા AVGC-XR ઇકોસિસ્ટમમાં નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને ટેકનોલોજીકલ પ્રગતિને પ્રોત્સાહન આપવાનો છે. 

IFFI વિશે 

દર વર્ષે ગોવામાં યોજાતો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI), એશિયાના અગ્રણી ફિલ્મ મહોત્સવોમાંનો એક છે. તે ભારત અને વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ, ઉદ્યોગ વ્યાવસાયિકો અને સિનેમા પ્રેમીઓને સિનેમેટિક શ્રેષ્ઠતાની ઉજવણી કરવા તથા સર્જનાત્મક આદાનપ્રદાન અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક તક પૂરી પાડે છે.

 

SM/BS/JT


(રીલીઝ આઈડી: 2335357) મુલાકાતી સંખ્યા : 12
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil , Kannada