નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

ડીઆરઆઈએ કોલકાતા એરપોર્ટ પર વિદેશી ચલણ દેશની બહાર તસ્કરી કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો; રૂપિયા 3.5 કરોડની સમકક્ષ વિદેશી ચલણ જપ્ત અને સાતની ધરપકડ

પોસ્ટેડ ઓન: 10 NOV 2026 3:17PM by PIB Ahmedabad

વિદેશી ચલણની સરહદ પારની તસ્કરી સામેની એક મોટી કાર્યવાહીમાં, ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય (NSCBI) એરપોર્ટ પર વિદેશ જઈ રહેલા કેટલાક મુસાફરોને અટકાવ્યા હતા, જેઓ દેશની બહાર વિદેશી ચલણ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

ચોક્કસ બાતમીના આધારે, ડીઆરઆઈના અધિકારીઓએ 06.11.2026 ના રોજ વહેલી સવારે બેંગકોક જઈ રહેલા 7 મુસાફરોને અટકાવ્યા હતા. મુસાફરોના હાથના સામાન અને ચેક-ઇન બેગેજ સહિતના સામાનની સઘન વ્યક્તિગત તપાસ કરતા, USD અને GBP માં સંયુક્ત રીતે આશરે રૂપિયા 3.12 કરોડની કિંમતનું વિવિધ વિદેશી ચલણ મળી આવ્યું હતું અને જપ્ત કરવામાં આવ્યું હતું.

સિન્ડિકેટના કેરીયર્સ દ્વારા અત્યાધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ચલણને નોટબુકની અંદર, ટ્રોલી બેગ્સમાં બે-સ્તરના છુપાયેલા ખાનાઓમાં તથા બૂટોમાં ચાલાકીપૂર્વક છુપાવવામાં આવ્યું હતું. તેમાંથી કેટલાકને ચેક-ઇન બેગેજમાં પેક કરેલા કપડાંના ખિસ્સામાં અને અન્ય કેટલાક કિસ્સાઓમાં ચેક-ઇન તથા હેન્ડ બેગેજ બંનેની અંદર ઊંડે સુધી છુપાવવામાં આવ્યા હતા. પૂછપરછ કરવા પર, મુસાફરો ચલણની માલિકી અથવા કાયદેસરનો કબજો સ્થાપિત કરતા કોઈ દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા.

કુલ મળીને સિન્ડિકેટના 7 સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી અને ફેમા (FEMA) નિયમો સાથે વાંચવામાં આવતી કસ્ટમ્સ એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને વિદેશી ચલણની તસ્કરી કરવા બદલ તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, અન્ય કેટલાક મુસાફરોને પણ અટકાવવામાં આવ્યા હતા અને તેમના સામાનની તપાસ કરતા રૂપિયા 0.39 કરોડની સમકક્ષ વિદેશી ચલણ મળી આવ્યું હતું. આ મુસાફરોને આગળની કાર્યવાહી માટે કસ્ટમ્સ વિભાગને સોંપવામાં આવ્યા હતા.

વિદેશી ચલણના ગેરકાયદેસર પ્રવાહને સરળ બનાવતા અને દેશની આર્થિક તથા નાણાકીય સ્થિરતાને નબળી પાડતા સંગઠિત નેટવર્ક્સને નેસ્તનાબૂદ કરવા માટે ડીઆરઆઈ મક્કમ છે. સતત અને ગુપ્તચર-આધારિત અમલીકરણ દ્વારા, ડીઆરઆઈ ભારતની આર્થિક સરહદોનું રક્ષણ કરવાનું ચાલુ રાખે છે.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2334703) મુલાકાતી સંખ્યા : 6
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Bengali , Assamese