રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય રેલવેએ સ્પેશિયલ કેમ્પેઇન 6.0 નું સફળતાપૂર્વક સમાપન કર્યું; 1 લાખથી વધુ સ્વચ્છતા અભિયાનો હાથ ધરાયા


ભંગારના નિકાલ દ્વારા ₹600 કરોડના લક્ષ્યાંકને વટાવીને ₹628.49 કરોડની આવક ઉભી કરી

નાગરિકોની ભાગીદારી વધારવા માટે 5,884 રેલવે સ્ટેશનો પર રેલ જન સંવાદ યોજાયો

પોસ્ટેડ ઓન: 09 NOV 2026 6:10PM by PIB Ahmedabad

ભારતીય રેલવેએ 2 થી 31 ઓક્ટોબર 2026 દરમિયાન ઝોનલ રેલવે, ડિવિઝનો, પ્રોડક્શન યુનિટ્સ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) અને અન્ય રેલવે સંસ્થાપનોમાં સ્પેશિયલ કેમ્પેઇન 6.0 નું સફળતાપૂર્વક સમાપન કર્યું છે. આ અભિયાને સ્વચ્છતા, ભંગાર નિકાલ, ઈ-વેસ્ટ મેનેજમેન્ટ, જગ્યાનું સંચાલન, રેકોર્ડ સંચાલન અને પેન્ડિંગ બાબતોના સમયસર નિકાલમાં નોંધપાત્ર સિદ્ધિઓ દર્શાવી છે.

અભિયાનના ભાગરૂપે, રેલવે સ્ટેશનો, કાર્યાલયો, વર્કશોપ્સ અને અન્ય રેલવે સંસ્થાપનોમાં 1 લાખથી વધુ સ્વચ્છતા અભિયાનો ચલાવવામાં આવ્યા હતા. ભારતીય રેલવેએ ભંગારના નિકાલ દ્વારા ₹628.49 કરોડની આવક મેળવી હતી, જે ₹600 કરોડના લક્ષ્યાંકથી વધુ છે. આ અભિયાને ભંગાર, બિનઉપયોગી સામગ્રી અને અન્ય નકામી વસ્તુઓ હટાવીને 6,20,121 ચોરસ ફૂટ જગ્યા મુક્ત કરવામાં પણ મદદ કરી હતી.

આ વર્ષના અભિયાનમાં "ઈ-વેસ્ટનું અસરકારક સંગ્રહ, વર્ગીકરણ અને નિકાલ" પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો, જે આ વર્ષના અભિયાનનો મુખ્ય કેન્દ્રિય વિષય હતો. જવાબદાર કચરા સંચાલન તરફના એક મહત્વપૂર્ણ પગલા તરીકે, 1.50 લાખથી વધુ ઈ-વેસ્ટ યુનિટ્સનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેનાથી ₹10.43 કરોડની આવક થઈ હતી.

આ ઉપરાંત, ભારતીય રેલવેએ જૂની ભૌતિક અને ઇલેક્ટ્રોનિક ફાઇલોની વ્યાપક સમીક્ષા, જાહેર ફરિયાદો અને અપીલોનો નિકાલ, સંસદીય ખાતરીઓ, વિશિષ્ટ વ્યક્તિઓ (VIP) ના સંદર્ભો અને અન્ય પેન્ડિંગ બાબતોના નિકાલ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. આ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ દર્જ કરવામાં આવી હતી. આ પહેલોનો ઉદ્દેશ્ય રેકોર્ડ મેનેજમેન્ટમાં સુધારો લાવવાનો, પેન્ડન્સી ઘટાડવાનો અને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ કાર્યકારી વાતાવરણને પ્રોત્સાહન આપવાનો હતો.

રેલ જન સંવાદે નાગરિકોની ભાગીદારી મજબૂત કરી

સ્પેશિયલ કેમ્પેઇન 6.0 ના ભાગરૂપે વરિષ્ઠ રેલવે અધિકારીઓ અને રેલવે વપરાશકર્તાઓ વચ્ચે સીધા સંવાદને સુગમ બનાવવા ભારતીય રેલવેએ 'રેલ જન સંવાદ' નું આયોજન કર્યું હતું. 22 ઓક્ટોબર 2026 ના રોજ 5,884 રેલવે સ્ટેશનો પર એકસાથે રાષ્ટ્રવ્યાપી રેલ જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેણે મુસાફરોને તેમના પ્રતિભાવો અને સૂચનો સીધા રેલવે અધિકારીઓ સાથે શેર કરવાની તક પૂરી પાડી હતી.

સ્પેશિયલ કેમ્પેઇન 6.0 નું સફળ સમાપન રેલવે સંસ્થાપનોમાં સ્વચ્છતા જાળવવા, સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ સુનિશ્ચિત કરવા, જવાબદાર કચરા નિકાલને પ્રોત્સાહન આપવા, રેકોર્ડ મેનેજમેન્ટ સુધારવા અને પેન્ડિંગ બાબતોના સમયસર નિવારણને સુગમ બનાવવા માટે ભારતીય રેલવેની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ પહેલો ભારતીય રેલવેમાં વહીવટી કાર્યક્ષમતા અને નાગરિક-કેન્દ્રિત શાસનને વધુ મજબૂત બનાવે છે.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2334422) મુલાકાતી સંખ્યા : 18
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil , Kannada