સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ઓમાનના મસ્કત ખાતે INS સુરત

પોસ્ટેડ ઓન: 09 NOV 2026 3:00PM by PIB Ahmedabad

ભારતીય નૌકાદળનું જહાજ ‘INS સુરત' 08 નવેમ્બર 2026 ના રોજ ઓમાનના મસ્કત ખાતે દ્વિપક્ષીય દરિયાઈ યુદ્ધાભ્યાસ 'નસીમ અલ બહર' (સી બ્રિઝ) ની 15મી આવૃત્તિમાં ભાગ લેવા પહોંચ્યું છે, ત્યારબાદ ભારતીય નૌકાદળ અને રોયલ નેવી ઓફ ઓમાન વચ્ચે કોઓર્ડિનેટેડ પેટ્રોલ (CORPAT) યોજાશે.

આ યુદ્ધાભ્યાસમાં હાર્બર અને સી ફેઝ દરમિયાન વ્યવસાયિક પ્રવૃત્તિઓનો સમાવેશ થશે, જેમાં ક્રોસ-ડેક મુલાકાતો, ઓપરેશનલ સંવાદો અને રમતગમતની સ્પર્ધાઓ સામેલ છે. આ પ્રવૃત્તિઓ બંને નૌકાદળોના કર્મચારીઓને અનુભવો અને ઉત્કૃષ્ટ પદ્ધતિઓની આપ-લે કરવા, પરસ્પર કાર્યક્ષમતા વધારવા અને વધુ સુદ્રઢ પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવા માટે તકો પૂરી પાડશે.

આ પોર્ટ કૉલ બંને દેશો વચ્ચેના લાંબા ગાળાના સંબંધો પર આધારિત ભારત અને ઓમાન વચ્ચેની મજબૂત અને ટકાઉ દરિયાઈ ભાગીદારી પર ભાર મૂકે છે. તે ભારત સરકારના 'મહાસાગર' - MAHASAGAR (મ્યુચ્યુઅલ એન્ડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ ફોર સિક્યુરિટી એન્ડ ગ્રોથ એક્રોસ રિજિયન્સ) ના વિઝનને અનુરૂપ છે અને 24 નવેમ્બર 2025ના રોજ યોજાયેલી જોઇન્ટ મિલિટરી કોઓપરેશન કમિટીની 13મી બેઠક દરમિયાન સર્જાયેલી ગતિશીલતાને વધુ આગળ ધપાવવાની તક પૂરી પાડે છે (https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2193653).

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2334369) મુલાકાતી સંખ્યા : 12
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi